Rajkot: રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં રચાશે નવું માળખું ? જાણો શું તખ્તો તૈયાર થયો
રાજકોટમાં શહેર ભાજપના નવા સંગઠનને લઇને સમાચારો સામે આવ્યા છે, તે પ્રમાણે, નવા પ્રમુખ મુકેશ દોશીની નવી ટીમ માટે તખ્તો તૈયાર થઇ ગયો છે
Rajkot: રાજકોટમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે, રાજકોટ શહેર ભાજપમાં નવું સંગઠન ઝડપથી રચાઇ શકે છે, આ માટે નવો તખ્તો પણ તૈયાર થઇ ગયો હોવાની ચર્ચા પણ સામે આવી છે.
માહિતી પ્રમાણે, રાજકોટમાં શહેર ભાજપના નવા સંગઠનને લઇને સમાચારો સામે આવ્યા છે, તે પ્રમાણે, નવા પ્રમુખ મુકેશ દોશીની નવી ટીમ માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. શહેર ભાજપ સાઈડ લાઈન થયેલાને પૉસ્ટિંગની શક્યતા છે. મુકેશ દોશીએ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા હવે ટીમની રચના થઇ શકે છે. શહેર સંગઠનમાં જૂના રિપીટ થશે કે નૉ રિપીટ થિયરી તેની અટકળો શહેર ભાજપમાં અત્યારથી તેજ થિ ગઇ છે. મહત્વના ગણાતા મહામંત્રીના હોદ્દા માટે અનેક નામોની ચર્ચા થઇ રહી છે. રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફારો આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. મહત્વના હોદ્દાઓમાં પ્રદેશની મંજૂરી બાદ ફેરફારો થશે, મહત્વના મુદ્દા માટે અલગ અલગ બે જૂથોનું લૉબિંગ થઇ રહ્યું છે.
Rajkot: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ, સ્ટ્રેચરને એકાએક કેસરી કલર કરવામાં આવતા રાજકારણ ગરમાયું
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે, આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.
તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.
તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયું છે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. મહેશ રાજપૂતે કહ્યું કે, આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે. તો આ મામલે મેડિકલ અધિકારીએ કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટેચર હોય છે. સ્ટેચ્યર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો.