Rajkot : પ્રાઇવેટ સ્કૂલ સામે DEO કેમ ઘુંટણીએ? વાલીએ ફી ન ભરતાં સ્કૂલે LC લઈ જવા ફટકારી નોટિસ
શાળા સામે કેમ તંત્ર કાર્યવાહી આવ્યું એ મોટો સવાલ છે. શું શાળા સામે કાર્યવાહી કરવા આ પુરાવા કાફી નથી? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. વાલી મૂકુદભાઈ રાવલે કહ્યું, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અનેક વખત સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી મારો ફોન ઉપાડતા નથી, તેમ વાલીએ જણાવ્યું હતું. માત્ર 2500 રૂપિયા ફી બાકી અને LC ની ધમકી આપવામાં આવી છે.
રાજકોટઃ રાજકોટ ખાનગી શાળા સામે DEO તંત્ર કેમ ઘુંટણીયે છે, તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ખાનગી સ્કૂલ રોઝરી સ્કૂલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. વાલીએ ફી ન ભરતા LC લઇ જવા શાળા સંચાલકોએ વાલીને નોટિસ મોકલી છે. રજીસ્ટર એડી મોકલી આપવા સુધી નોટીસમાં ઉલ્લેખ કરાયો છે.
શાળા સામે કેમ તંત્ર કાર્યવાહી આવ્યું એ મોટો સવાલ છે. શું શાળા સામે કાર્યવાહી કરવા આ પુરાવા કાફી નથી? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. વાલી મૂકુદભાઈ રાવલે કહ્યું, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અનેક વખત સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી મારો ફોન ઉપાડતા નથી, તેમ વાલીએ જણાવ્યું હતું. માત્ર 2500 રૂપિયા ફી બાકી અને LC ની ધમકી આપવામાં આવી છે.
'સરકાર હોટલ-રેસ્ટોરન્ટ-વોટરપાર્કને રાહત આપતી હોય તો તમારા વ્યવસાયને કેમ નહીં' હવે કોણે માંગી રાહત?
રાજકોટઃ કોરોનાકાળ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. કોરોનાના લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણોને કારણે ધંધા રોજગારમાં પડેલા ફટકાને કારણે સરકારે આંશિક રાહત આપતો નિર્ણય કર્યો છે.
આ ધંધાર્થીઓને રાહત મળતા વધુ એક વ્યવસાયે સરકાર પાસે રાહતની માંગ કરી છે. રાજકોટના જીમ સંચાલકોએ કહ્યું કે અમારો વ્યવસાય છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, તો સરકાર હોટલ, રેસ્ટોરન્ટ, વોટરપાર્કને રાહત આપતી હોય તો તમારા વ્યવસાયને કેમ નહીં. રાજકોટમાં 65 જેટલા જિલ્લા આવેલા છે. જીમમાં પણ સરકાર ટેક્સ અને પીજીવીસીએલની રાહત આપે. છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં અનેક ભાડાપટ્ટે ચાલતા જીમ બંધ થઈ ગયા. જિમ કરવાથી યુનિટી વધે છે તો કેમ સરકાર દ્વારા જીનને છૂટ આપવામાં આવતી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમા ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે. નિર્ણય અનુસાર રાજ્યમાં પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે , આવા હોટલ , રીસોર્ટ્સ , રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે. અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલની આકારણી કરીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના સંચાલકો અને માલિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.
રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 778 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.80 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16162 પર પહોંચ્યો છે. જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર અને 15799 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.80 ટકા છે.