ગુજરાતની આ યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં, BBA અને B.Comની પરીક્ષાના પેપર થયા લીક
બીબીએ અને બીકોમના પેપર લીક થતા વિવાદ પેદા થયો છે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. બીબીએ અને બીકોમના પેપર લીક થતા વિવાદ પેદા થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીબીએ અને બીકોમના પાંચમા સેમેસ્ટરનું પેપર લીક થયુ હતું. પ્રશ્નપત્રની કોપીઓ વાયરલ થઇ હતી. પ્રશ્નપત્ર વાયરલ થતા બીબીએનું પેપર નવુ કાઢવામાં આવ્યું જ્યારે બી.કોમના પેપરની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ખાનગી કોલેજમાંથી પેપર ફૂટ્યાની આશંકા છે.
13 ઓક્ટોબર એટલે કે આજે લેવાનારી પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેથી તાત્કાલિક બીબીએનું પેપર નવું કાઢવામાં આવ્યું હતું. બી.કોમના પેપરની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિંડિકેટ સભ્ય નિદત બારોટે યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજ સંચાલકોને બચાવતી રહે છે તેના પર કારણે પેપર ફૂટવાની ઘટના બને છે.
Gujarat : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય. ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 કે 2તારીખે થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીઓને એડવાન્સમાં આપવામાં આવશે.
Gujarat Train : ડબલ ટ્રેકની કામગીરીને પગલે ટ્રેન રદ્દ કરવામાં આવી, જાણો સંપૂર્ણ વિગત
રાજકોટઃ દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રૂપથી રદ્દ કરવામાં આવી છે. ટ્રેન રદ્દ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડશે. જામનગર-વડોદરા અને વડોદરા- જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18 મી સુધી સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે. અમદાવાદ - સોમનાથ ઇન્ટરસિટી પણ રદ્દ કરવામાં આવી છે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચેની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ડબલ ટ્રેકની કામગીરીને પગલે ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
Bhavnagar : ઇટીયા ગામે જમીનાના શેઢા બાબતે ખેલાયો ખુની ખેલ, કુવાડીના ઘા ઝીકી એકની હત્યા
ભાવનગર : જેસર તાલુકાના ઈટીયા ગામે જમીનના શેઢા બાબતે ખુની ખેલ ખેલાયો હતો. કુવાડીના ધા ઝીકી મુળુભાઈ કામળિયાની હત્યા કરવામાં આવી સાથે જ તેમના દીકરાને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વાસુરભાઈ કામળિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બનાવની પ્રાથમિક વિગતો મુજબ માલ ઢોરને લઈ વાડીમાં ચરવા માટે પહોંચતા ઉગ્ર ઝઘડો થયો હતો. કરપીણ હત્યા નીપજાવનાર કુલ આઠ લોકો વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.