રાજકોટમાં લાંચ કેસમાં પકડાયેલા કમિશનરના ઘરે વિચિત્ર ચોરી, તસ્કરો લાખોના દાગીના ને અડ્યા પણ નહીં ને ટીવી લઇને ભાગ્યા, તપાસના આદેશ
ગઇકાલે EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, આ EPFO ડેપ્યૂટી કમિશનરનું ઘર થોડાક પહેલા જ CBIએ સીલ કર્યુ હતુ
Rajkot: રાજકોટમાં આજે એક વિચિત્ર ચોરીની ઘટના ઘટી છે, એક અધિકારીના ઘરમાં ગઇકાલે તસ્કરો ત્રાટક્યા હતા, આ તસ્કરોએ ઘરમાં રહેલા લાખોના દાગીના ના ઉઠાવ્યા પરંતુ માત્ર ટીવીની ચોરી કરીને ભાગી ગયા હતા, જોકે, આ વિચિત્ર ચોરી અંગે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. માહિતી એવી છે કે, ગઇકાલે EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, આ EPFO ડેપ્યૂટી કમિશનરનું ઘર થોડાક પહેલા જ CBIએ સીલ કર્યુ હતુ, કેમ કે આ EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરને લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, આ સીલ કરેલા ઘરમાં ગઇ કાલે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જ્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો તો ઘરમાં રહેલા 25 લાખના દાગીના સહીસલામત રાખ્યા હતા અને તસ્કરો માત્ર ટીવી ચોરી ગયા હતા. આ સીલ થયેલા ઘરમાં ચોરી થતાં ગાંધીનગરથી પણ સીબીઆઇની ટીમે દોડીને રાજકોટ પહોંચી હતી. આ પછી આ ચોરીના બનાવ અંગે સીબીઆઇએ મકાન માલિકને FIR કરવા માટે સૂચના આપી હતી, જે પછી યૂનિવર્સીટી પોલીસે આ તસ્કરીની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
12 લાખની લાંચ કેસમાં રાજકોટમાં EPFO ડેપ્યૂટી કમિશનરને CBIએ દબોચ્યો
રાજ્યમાં લાંચ કેસોને લઇને CBIની ટીમે એક્શનમાં આવી છે, રાજકોટમાં એક અધિકારીને લાંચ કેસમાં આજે CBIએ ધરપકડ કરી લીધી છે. માહિતી પ્રમાણે, રાજકોટના EPFO ડેપ્યૂટી કમિશનરની આજે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ કેસ એક મહિના પહેલા લીધેલી 12 લાખની લાંચનો છે. સરકારી કૉન્ટ્રાકટરને PFના ઇસ્યૂને લઇને લાંચ માંગી હતી, ખાસ વાત છે કે, ગાંધીનગરમાં CBIએ ડેપ્યૂટી કમિશનર વતી લાંચ લેનારા ચિરાગ જસાણીને તો તે સમયે જ દબોચી લેવામાં આવ્યા હતો, હવે આ મામલે ડેપ્યૂટી કમિશનર નિરંજનસિંધની ધરપકડ કરવામાં આવી છે. નિરંજનસિંઘે પીએફના ઇશ્યૂને લઇને 12 લાખની લાંચ લીધી હતી. આ મામલો તુલ પકડતાં જ નિરંજનસિંહ તે સમયે ઘરને તાળું મારી ચાલ્યા ગયા હતા, પરંતુ હવે CBI હાજર થતાંની સાથે જ ડેપ્યૂટી કમિશનરની ધરપકડ કરી લેવાઇ છે, આજે આ કેસ મામલે નિરંજનસિંઘને કૉર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવી શકે છે. આ પછી CBIની ટીમ સીલ કરેલા નિવાસસ્થાને લઇ જઈને તપાસ કરશે.
Join Our Official Telegram Channel: