શોધખોળ કરો

Rajkot: મહિલા તબીબે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં કર્યો આ ઉલ્લેખ

Rajkot New: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોમાં આપઘાતના કિસ્સામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે.

Rajkot News: રાજકોટમાં મહિલા તબીબે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.  25 વર્ષીય બિંદીયા નામની યુવતિએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. માધાપર ચોકડી નજીક આવેલા અતુલ્ય એપાર્ટમેન્ટમાં ઘરે ગળાફાંસો લગાવીને મહિલા તબીબે આપઘાત કરતાં સોંપો પડી ગયો છે. મહિલા તબીબે આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. મહિલા તબીબ સિનર્જી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ફરજ બનાવતા હતા, પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતા પતિની પ્રેમી સાથે મળી પોતાની નજર સામે જ કરાવી હત્યા

પોરબંદરમાં પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના જ પતિની હત્યા કરી કરાવી હોવાનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ ગઢવી નામના યુવાનની 23 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી હતી. જેમણે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આરોપી રહીમને મૃતક કાયાભાઇની પત્ની નીતાબેન સાથે પ્રેમ સંબંધ હતો. કોઇને શંકા ના જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી સાથે મળીને નીતાબેને પતિની હત્યા કરાવી હતી. પોલીસે હત્યામાં સામેલ કાયાભાઈની પત્ની નીતાબેન તથા તેના પ્રેમી રહીમ સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

મળતી જાણકારી અનુસાર, શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ રામભાઈ ગઢવી અને તેમના પત્ની નીતાબેન 23, મેના રોજ રાત્રીના સમયે  બાઈક પર શહેરના એમ.જી. રોડ પર ખીજડી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ કાયાભાઈ ગઢવીના બાઈકને આંતરી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં કાયાભાઈના પત્ની નીતાબેનને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોરબંદર સિટી ડીવાય.એસ.પી. નીલમ ગૌસ્વામી, કમલાબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ વિજયસહ પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી લેવા સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવી દીધી હતી અને થોડા કલાકોમાં બંન્ને આરોપી રહીમ હુસૈન ખીરાણી તથા મીરાજ ઈકબાલ પઠાણને ઝડપી લીધા હતા.

મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ નીતાબેન છેલ્લાં એક વર્ષમાં બે વખત તેના નાની તથા મામાને ત્યાં જવાનું કહીને જતી હતી, પરંતુ ખરેખર તપાસ કરતાં તેના પ્રેમી રહીમને ત્યાં જતી રહેતી હતી. આ બંનેના પ્રેમસંબંધની જાણ કાયાભાઈને થઈ હતી અને બંન્ને વચ્ચે ઝઘડા લાગ્યા હતા. બાદમાં નીતા અને તેમના પ્રેમી રહિમે કાયાભાઇને હટાવવા માટે તેમની હત્યાનું કાવતરું રચ્યું હતું. ૨૩ મે ના રોજ રાત્રે બાઈક પર કાયાભાઇ પત્ની નીતાબેન સાથે જઈ રહ્યા હતા. આ સમયે બાઈક પર ધસી આવેલા બે શખ્શોએ કાયાભાઈના બાઈકને આંતર્યું અને કાયાભાઈ કંઈ સમજે તે પહેલાં જ બે શખ્સોએ છરીના ઘા મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો તેમના પત્નીને પણ હાથમાં ઈજા થઈ હતી. પોલીસે રહીમ અને મીરાજ નામના બે આરોપીને દબોચી લીધા હતા  પૂછપરછમાં આરોપીઓ ખુલાસો કર્યો હતો કે આરોપી રહીમને મૃતક કાયાભાઈની પત્ની નીતાબેન સાથે પ્રેમસંબંધ હતા. કોઈને શંકા ન જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી સાથે મળી નીતાબેને પતિની હત્યા કરાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget