(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: કૂવામાં પડી ગયેલા બોલને લેવા જતાં યુવક ડૂબ્યો, કમકમાટીભર્યું મોત
રાજકોટ નજીક માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું ડુબી જવાથી મોત નિપજયું
રાજકોટ: શહેરના માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું ડુબી જવાથી મોત થયું છે.બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ કિશોરનો મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક બાળક વાડીમાં ક્રિકેટ રમતો હતો દરમિયાન બોલ કુવામાં પડી જતા કાઢવા પડ્યો હતો જો કે આ સાહસ તેના પર ભારે પડ્યું અને ડૂબી જવાથી તેનું મોત નિપજયું. શ્રમિક પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે. કુવામાં પડી ગયેલા 16 કિશોરની ઓળખ વિજય બકાભાઈ રાઠવા તરીકે થઇ છે. કિશોરના પરિવારના સભ્યો નજીકની વાડીમાં મજુરી કામ અર્થે ગયા હતા. દરમિયાન સમાચાર મળતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
અમદાવાદ: ઓઢવ રિંગરોડ પર અકસ્માત, ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદ: અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચલાવનાર યુવકનું મોત થયું છે. ઓઢવ રિંગ રોડ પર બ્રિજ ઉતરતા જ એક્ટિવાની સ્પીડ વધુ હોવાથી બેકાબૂ થયું હતું અને ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
Dwarka: ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં ભાઈ-બહેનના મોત, પરિવારમાં શોકનો માહોલ
ભાણવડનાં ગુંદા ગામની વાડી વિસ્તરમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં મજૂર પરિવારના પુત્ર અને પુત્રીના મોત થયા છે. આ પરિવાર બહારના રાજ્યનાં હોવાનું જાણવા મળ્યું છે. બંનેનાં મૃતદેહને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે.
ભાણવડ તાલુકાનાં ગુંદા ગામે વિજશોક લાગતા પર પ્રાંતીય મજૂરના પુત્ર પુત્રીનું મોત થયું છે. ભાણવડ તાલુકાના ગુંદા ગામની સીમમાં ઓરડીનો દરવાજો ખોલતા ભાઈ-બહેનને કરંટ લાગતા ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.