શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં પણ લાદી શકાય છે કરફ્યુ, જાણો ક્યારે લેવાશે નિર્ણય ? કલેક્ટર રેમ્યા મોહને શું કહ્યું ?
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે, રાજકોટમાં કોરોનાના કેસ વધતાં કરફ્યુ લાદવામાં આવી શકે છે અને કરફ્યુ લાદવાની વિચારણા ચાલી રહી છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવાર એ બે દિવસ સંપૂર્ણ કરફ્યુ લાદવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. હવે રાજકોટમાં પણ કરફ્યુ લાદવામાં આવી શકે છે. રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને આ સંકેત આપ્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે, રાજકોટમાં કોરોનાના કેસ વધતાં કરફ્યુ લાદવામાં આવી શકે છે અને કરફ્યુ લાદવાની વિચારણા ચાલી રહી છે. તેમણે અપીલ કરી કે, રાજકોટવાસીઓએ ગભરાટમાં આવી જવાની જરૂર નથી. બસ લોકો સાવચેત રહે, લોકો અફવાઓ ન ફેલાવે. તેમણે જાહેરાત કરી કે, રાજકોટમાં જ્યાં સંક્રમણ વધુ છે ત્યારે ટેસ્ટિંગ વધુ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટરે સંકેત આપ્યા કે, રાજકોટમાં પણ કર્ફ્યુ લાગી શકે છે અને આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે. તેમણે હ્યું કે, કર્ફ્યુ લાદવો કે નહીં તે અંગે સ્ટે ના અધિકારીઓ સાથે બેઠક થઈ છે અને સાંજ સુધીમાં નિર્ણય લેવાશે.
દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા આજ રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ હોવાથી શહેરમાં આ બે દિવસ એએમટીએસ સેવા બંધ રહેશે. આજે રાત્રે આઠ વાગ્યાથી એએમટીએસના પૈડા થંભી જશે. તેમજ બે દિવસ સુધી બસ સેવા બંધ રહેશે. એટલું જ નહીં, અમદાવાદમાં રાત્ર કર્ફ્યૂ દરમિયાન દરરોજ રાત્રે આઠ વાગ્યાથી એએમટીએસ બસો બંધ થશે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન લોકોને રાતે આઠ વાગ્યા પહેલા પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી લેવા સલાહ આપવામાં આવી છે. આ ડ રીતે રાજકોટમાં પણ કરફ્યું લાગી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
શિક્ષણ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion