શોધખોળ કરો
Advertisement
2 ટકા TDSના વિરોધમાં આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ બંધ
એક કરોડની રોકડ પર 2 ટકા ટીડીએસ કપાત સામે વિરોધ નોંધાવીને આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ સુધી બંધ રહેશે.
રાજકોટ: આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી છે. એક કરોડની રોકડ પર 2 ટકા ટીડીએસ કપાત સામે વિરોધ નોંધાવીને આવતીકાલથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ સુધી બંધ રહેશે. સરકારની આ જાહેરાતની સામે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠ્યા છે. ઉતર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બે દિવસ સોમવાર અને મંગળવારે બંધ રહેશે. 2 ટકા ટીડીએસ કપાવવાના વિરોધમાં યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી 1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ કપાશે. મંગળવાર બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે નિર્ણય બાદમાં લેવાશે.
માર્કેટ યાર્ડના વેપારીઓએ સરકારને વિનંતી કરી ટીડીએસ કપાત માંથી માર્કેટ યાર્ડને બાદ કરવા રજુઆત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion