શોધખોળ કરો

ગુજરાતના કયા જિલ્લામાં હવે કોરોના મચાવી રહ્યો છે કહેર? જાણો વિગત

જામનગર જિલ્લામાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના નવા 73 કેસ નોંધાયા હતા.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ વિકટ સ્થિતિ રાજકોટની છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો 1607 થઈ ગયા છે. રાજકોટ પછી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જામનગરની છે. જામનગરમાં કોરોનાના એક્ટિવ કેસો 607 થઈ ગયા છે. જામનગરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1047 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 24 લોકોના કોરોનાથી મોત થયા છે. એટલું જ નહીં, ગઈ કાલે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના નવા 73 કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો અમરેલીમાં 346, ભાવનગરમાં 376, બોટાદ 97, દેવભૂમિ દ્વારકામાં 69, ગીર સોમનાથમાં 125, મોરબીમાં 244, પોરબંદરમાં 48, અને સુરેન્દ્રનગરમાં 326 એક્ટિવ કેસો છે. આમ, સૌરાષ્ટ્રમાં પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 50થી વધુ છે. એક સમયે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસૌ સૌથી ઓછા હતા. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની ગ્રીન, રેડ અને ઓરેન્જ ઝોનની પહેલી યાદીમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં હતા. આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, પોરબંદર, મોરબી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા એક સમયે ગ્રીન ઝોન હતા. આ જિલ્લાઓમાં પણ હાલ, સ્થિતિ બગડી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget