Rajkot: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું, રાજકોટના ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું
રાજ્યમાં ઉનાળાની ધીરે-ધીરે શરુઆત થઈ રહી છે. ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.22 ટકા પાણીનો જથ્થો છે.
રાજકોટ: રાજ્યમાં ઉનાળાની ધીરે-ધીરે શરુઆત થઈ રહી છે. ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.22 ટકા પાણીનો જથ્થો છે. એવામાં રાજકોટના ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું છે. ઉનાળાને ધ્યાનમાં રાખી રાજકોટના ન્યારી 1 ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે.
શિયાળામાં આજી ડેમ પણ ખાલીખમ થઈ જતાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. એવામાં હવે ન્યારી ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવે છે. ઉનાળાના પ્રારંભમાં જ રાજકોટના ડેમ ખાલીખમ થઈ જતાં હજુ ઉનાળાના અંત સુધી નર્મદાના પાણીથી ભરવા પડશે.
Mehsana: જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરતા ખળભળાટ
મહેસાણા:
ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો
મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.
ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી
જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.
આ જમીનની કીમત કરોડોની છે
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭[૧] મુજબ દુર કરતા ગામ પંચાયત વિવાદમાં આવી છે. જોકે તળેટી ગામ મહેસાણની બિલકુલ બાજુનું ગામ છે. તેમજ મહેસાણા ઉંઝા હાઇવે ઉપર તેની ગોચર જમીન આવેલ છે, જે જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જોકે આ જમીનની કીમત કરોડોની છે ત્યારે આ જમીનને લઇ વિવાદ રહ્યા કરે છે.