શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં ભાજપના આ સાંસદને ઘરે જન્માષ્ટમીનો કાર્યક્રમ કરવો પડ્યો ભારે, પુત્ર બન્યો કોરોનાનો ભોગ, જાણો વિગત
સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો.નૈમિષ ધડુકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ગોંડલ: સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો.નૈમિષ ધડુકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત રવિવારે ગોંડલમાં નવા 7 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, પોરબંદરના સાંસદ રમેશ ધડુકના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયાના ત્રણ દિવસ બાદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્ર ડો. નૈમિષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત પરિવારના સભ્યોનો પણ રિપોર્ટ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, પોરબંદરના સાંસદ રમેશ ધડુકના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં 50 લોકોની જગ્યાએ વધુ લોકો એકત્ર થયા હતા. જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયા બાદ સાંસદ પુત્રનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે રાજકોટ કોર્પોરેશનમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત અમરેલીમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement