શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં ઓનલાઈન જુગારમાં લાખો રૂપિયા હારી જતાં યુવકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું થયો મોટો ખુલાસો? જાણો વિગત
યુવક ઓનલાઈન જુગારની રમત રમતો હતો જેમાં તે લાકો રૂપિયા હારી ગયો હતો. જેના કારણે યુવકે અંતિમ પગલુ ભર્યું હતું. લાખો રૂપિયા તેણે મિત્રોનાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ મારફથે આપ્યાં હતાં.
રાજકોટ: ગત ગુરુવારે રાજકોટમાં કૃણાલ મહેતાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. જેમાં તેની સુસાઈડ નોટ મળતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, યુવક ઓનલાઈન જુગારની રમત રમતો હતો જેમાં તે લાકો રૂપિયા હારી ગયો હતો. જેના કારણે યુવકે અંતિમ પગલુ ભર્યું હતું. લાખો રૂપિયા તેણે મિત્રોનાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ મારફથે આપ્યાં હતાં. તાલુકા પોલીસે મૃતકની સુસાઈડ નોટનાં આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પ્રમાણે, કૃણાલ રાજકોટની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે બુધવારે પત્ની અને બે બાળકો સાથે નવરાત્રી રમવા ગયો હતો. ત્યાર બાદ વહેલી સવારે તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે પરિવારજનોને લાગ્યું કે તેઓ સવારે ચાલવા માટે કે પછી કોઈ નાસ્તો લેવા ગયા હશે. સવારે નવ વાગ્યાની આસપાસ ખબર મળી હતી કે, ફ્લેટ નીચે આવેલા કુવામાં કૃણાલની લાશ પડી છે. ત્યારે પરિવારજનોને આ અંતિમ પગલાનું કારણ ખબર ન હતી.
પરિવારને ઘરમાં કૃણાલનાં પર્સમાંથી એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં યુવકે લખ્યું હતું કે, ઓનલાઈન પોકર ગેમમાં લાખો રૂપિયા હારી ગયો છું. મેં મિત્રોના ડેબિટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. મારા મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે મારા માતા-પિતા પરિવારને હેરાન કરશો નહીં.
હવે પોલીસ યુવકે ક્યા ક્યા મિત્રો તથા ઓળખીતાનાં ડેબિટ-ક્રેડીટ કાર્ડના ઉપયોગ કર્યાં હતા તે માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચેક કરશે. આ તમામ તપાસ કરવા માટે પોલીસ સાઈબર સેલની પણ મદદ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion