Rajkot: રાજકોટમાં ટેન્કર પલટતા લોકોએ તેલ ભરવા માટે કરી પડાપડી
રાજકોટ: ગોંડલ ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલ ટેન્કર પલ્ટી મારતા રસ્તા પર તેલ ઢોળાયું હતું. જે બાદ તેલ ભરવા માટે લોકોની પડાપડી થઈ. લોકોના હાથમાં જે વાસણો આવ્યા તે લઈને તેલ ભરવા દોડ મૂકી.
રાજકોટ: ગોંડલ ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલ ટેન્કર પલ્ટી મારતા રસ્તા પર તેલ ઢોળાયું હતું. જે બાદ તેલ ભરવા માટે લોકોની પડાપડી થઈ હતી. લોકોના હાથમાં જે વાસણો આવ્યા તે લઈને તેલ ભરવા દોડ મૂકી હતી. તેલ લેવા માટે લોકોએ દોડાદોડી કરતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. દ્રશ્યોમાં તમને જોવા મળશે કે લોકો જે હાથમાં આવે તે લઈને તેલ લેવા માટે દોડ્યા હતા. અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.
સુરતના આ વિસ્તારમાં ભરે શિયાળે જોવા મળ્યો વરસાદી માહોલ
સુરતના પલસાણા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. પલસાણા પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. શિયાળામાં વરસાદ ખાબકતા લોકોને જબલ ઋતુનો અનુભવ થયો હતો અને ઠંડીથી ઠુઠવાયા પણ હતા. તમને જણાવી દઈએ કે, પલસાણા વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બે દિવસથી શિયાળાની ઋતુમાં અસહ્ય બફારો વર્તાયો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ બપોરે પછી વરસાદ વરસ્યો હતો. પલસાણા, કરણ, કડોદરા, ચલથાણા સહિત આજુબાજુના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.
ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ
પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી.
ભય વિના પ્રીત નહિ
અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું
જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય લાચાર હોઈ શકે નહીં પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર. તો બીજી તરફ સરકારની કોર્ટમાં રજૂઆત.. રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું.