(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: જેતપુરમાં કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં કેનાલમાંથી પ્રોઢનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ધોરાજી રોડ ઉપર આવેલ કેનાલમાં મૃતદેહ કરી રહ્યો હતો.
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં કેનાલમાંથી પ્રોઢનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ધોરાજી રોડ ઉપર આવેલ કેનાલમાં મૃતદેહ કરી રહ્યો હતો જેના જાણ નજીકના કારખાનામા કામ કરતા મજૂરોને થતા તેઓએ દોરડાથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસે ઘટના સ્થળ પહોંચી મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અજાણ્યા પ્રોઢના મૃતદેહના વાલી વારસની પોલીસે તપાસ શરૂ કરી છે. એક સપ્તાહમા જેતપુર કેનાલમા બીજી લાશ મળી આવી છે. આ વ્યક્તિની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેને લઈને રહસ્ય ઘેરાયું છે. પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
ભાવનગરમાં સગા દીકરાએ કુહાડી ઘા ઝીંકી પિતાની હત્યા કરતા ચકચાર
મહુવા તાલુકાના નીચા કોટડા ગામે નરાધમ પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે પિતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસના કારણે પુત્રએ આવેશમાં આવી કુહાડીના ઘા મારીને પિતાની હત્યા કરી નાખી છે. ઘનશ્યામ નામના પુત્રએ તેના જ પિતા દિનેશભાઈની કરપીણ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મૃતદેહને પી.એમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર હત્યાના બનાવને લઇ દાઠા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખુદ માતા એજ 7 વર્ષના માસૂમ બાળકને આપ્યાં ડામ
મહીસાગરના લુણાવાડામાં સાત વર્ષના માસુમ બાળકને ગરમ ચીપિયા વડે ડામ આપવાની ઘટનામાં માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આરોપી સાવકી માતા વિરૂદ્ધ તેના પતિએ જ ફરિયાદ નોંધાવી છે.
બાળક ઘરમાં તોફાન કરતુ હોવાથી સાવકી માતાએ ગુસ્સામાં આવી બાળકને ચીપિયા વડે ડામ આપ્યો હતો. આરોપી મહિલા લુણાવાડા શહેરમાં મધવાસ દરવાજા વિસ્તારમાં બાળકો સાથે એકલી રહેતી હતી.બાળક શાળાએ જતા શિક્ષકોએ ડામ જોતા સમગ્ર વિગત આવી હતી બહાર આવી હતી. મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આરોપી પત્ની સામે પતિ એજ ફરિયાદ કરી છે.
તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી
તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે ગુજરાત પરત ફર્યા.
આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.