Rajkot: રાજકોટના હીરાસર એરપોર્ટ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા
રાજકોટ: શહરેના હીરાસર એરપોર્ટ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન મજૂરી માટે રાજકોટ આવ્યો હોવાની વાત સામે આવી છે.
રાજકોટ: શહરેના હીરાસર એરપોર્ટ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન મજૂરી માટે રાજકોટ આવ્યો હોવાની વાત સામે આવી છે. ગૂમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફોરેન્સિક પીએમમાં યુવકનું મોત ગળુ દબાવવાથી થયાનું પ્રાથમિક તારણ છે. હાલમાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં શરદી-ઉધરસ બાદ પરિણીતાનું મોત
સુરત: કોરોનાની સાથે સાથે હવે H3N2 વાયરસે પણ માથું ઉચક્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે H3N2 જેવા કેટલાક લક્ષણો મહિલામાં જોવા મળ્યા હતા. જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત જાણવા મળશે. પરિણિતાના મોતને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
શું કોરોનાની માફક હાહાકાર મચાવશે H3N2?
સમગ્ર દેશમાં H3N2 વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થતા કેન્દ્ર અને દેશવાસીઓની ચિંતા વધારી છે. નીતિ આયોગે ઈન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે એક એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવા માટે બેઠક યોજી છે. કમિશનની બેઠકમાં રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સજ્જતા, માનવબળ, દવા, મેડિકલ ઓક્સિજન અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. કમિશને નિર્ણય લીધો છે કે, વાયરસનો સામનો કરવા માટે સૌ પ્રથમ લોકોને જાગૃત કરવાની જરૂર છે.
નીતિ આયોગની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો સામનો કરવા માટે આયોગે કોરોના જેવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે રાજ્યોને પણ નિર્દેશ જારી કરવામાં આવશે. કમિશને પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. કમિશને કહ્યું હતું કે, નાક અને મોં ઢાંકવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, લક્ષણોવાળા લોકોના સંપર્કમાં ન આવવા અને લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. નીતિ આયોગના આ નિર્દેશોના કારણે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું H3N2 વાયરસ પણ કોરોનાની માફક દેશભરમાં હાહાકાર મચાવશે?