શોધખોળ કરો
Advertisement
ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ રાજકોટ જિલ્લાના વિરપુરમાં પ્રથમ ગુનો નોંધાયો, જાણો
રાજકોટ જિલ્લામાં પ્રથમ આ ગુનો વીરપુરમાં નોંધાયો છે. ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા ગેંગના ચાર શખ્સો કમલેશ સિંધવ, નરેશ સિંધવ, રમેશ સિંધવ અને બચુ ગમારા સામે આ ગુનો નોંધાયો છે.
રાજકોટ: ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ આ ગુનો વીરપુરમાં નોંધાયો છે. ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા ગેંગના ચાર શખ્સો કમલેશ સિંધવ, નરેશ સિંધવ, રમેશ સિંધવ અને બચુ ગમારા સામે આ ગુનો નોંધાયો છે.
આ ચાર શખ્સોએ 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી પુરતી રકમ ન ચૂકવી ખેડૂતની જમીન પચાવી પાડી લીધી હતી. આથી બંને ખેડૂતે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ચાર શખ્સો વિરૂદ્ધ ગુજરાત એન્ટી ગ્રેબીંગ કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદીને વિશ્વાસમાં લઈ જમીનનો દસ્તાવેજ કરાવી લઈ પૂરતી રકમ ન ચૂકવી. તેમજ આ સર્વે નંબર પૈકી ફરિયાદીના નામે 10 વિઘા જમીન તથા ખેડૂતના નામે 5 વિઘા જમીન ફરિયાદી તથા સાહેદોએ ધાકધમકી આપી બળજબરીથી પચાવી લઈ તેમજ કમલેશ સિંધવે ફરિયાદીને પોતાના ફાર્મ હાઉસ પર બોલાવી અપમાનીત કરી માર મારી ધમકી આપ્યાનું ફરિયાદામાં જણાવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion