શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રનું આ ગામ સાતમી વખત બેટમાં ફેરવાયું, જિલ્લામાં અતિવૃષ્ટી જાહેર કરવી પડે તેવી સ્થિતિ
સતત વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને નુક્સાન થયું છે.
રાજકોટઃ દ્વારકા જિલ્લામાં પડી પરેલ ભારે વરસાદને પગલે અતિવૃષ્ટી જાહેર કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા છેલ્લા 30 વર્ષની સરેરાશ કરતા ત્રણ ઘણો વરસાદ દ્વારકામાં આ સીઝનમાં ખાબક્યો છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી 82 ઈંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ તાલુકામાં 360 ટકા અને ખંભાળિયામાં 348 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં સાડા આઠ ઈંચ વરસાદ નોધાયો છે. સતત વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને નુક્સાન થયું છે. તો જામરાવલ ગામ સિઝનામાં સતત સાતમી વખત બેટમાં ફેરવાયું છે. ગામાં જ્યાં નજર પડે ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. અને ખેતીના પાકને પણ નુક્સાન થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.
વર્તુ 2 ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલવાના કારણે રાવલમાં બેટમાં ફેરવાયું છે. ચારે તરફ પાણી પાણીના અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જામરાવલમનાં ઇતિહાસમાં એક જ સીઝનમાં 7 વખત બેટમાં ફેરવાયું હોય તેવી પ્રથમ ઘટના. ગામમાં પાણી ફરી વળતાં ઘરોમાં અને વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement