શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં એકસાથે કોરોનાના 8 કેસ આવતાં ખળભળાટ, વધુ એકના મોત સાથે મૃત્યુ આંક 11 થયો
ભાવનગર જિલ્લામાં એક સાથે 8 પોઝીટીવ કેસ આવતા તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. બીજી તરફ ભાવનગરમાં કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે.
ભાવનગરઃ સૌરાષ્ટ્રના ભાવનગરમાં અચાનક કોરોના વિસ્ફોટ થતાં લોકોમાં ગભરાટનો માહોલ છે. ભાવનગર જિલ્લામાં એક સાથે 8 પોઝીટીવ કેસ આવતા તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. બીજી તરફ ભાવનગરમાં કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે. 66 વર્ષના વૃધ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. ભાવનગર વિમાન દવાખાના નજીક રહેતા આ વૃધ્ધને 3 જૂન, 2020ના ના રોજ સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.
આ સાથે ભાવનગર કોરોના મૃત્યુ આંક 11 પર પહોંચ્યો છે. આજે નોંધાયેલા 8 કેસો પૈકી 6 કેસો તો શહેરી વિસ્તારના છે જ્યારે ભાવનગર જિલ્લામાં બે કેસ નોંધાયા છે. ભાવનગર સીટી વિસ્તારના છ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ છે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોરોના પોઝીટીવ કેસમાં 5 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની છે જ્યારે અન્યની હિસ્ટ્રી અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે. હાલ ભાવનગરમાં વધુ 8 કેસ સાથે કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 150 પર પહોંચ્યો, તો અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement