શોધખોળ કરો

Accident: રાજકોટ – ગોંડલ નેશનલ હાઇવે પર અકસ્માત, ટ્રેક પાછળ ટેમ્પો ઘૂસી જતાં 2નાં મોત

Accident:ગોંડલ- રાજકોટ નેશનલ હાઈવે પર બિલીયાળાના પાટીયા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે.

Accident:ગોંડલ- રાજકોટ નેશનલ હાઈવે પર બિલીયાળાના પાટીયા પાસે મોડી રાત્રે  અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે.

ગોંડલ- રાજકોટ નેશનલ હાઈવે પર બિલીયાળાના પાટીયા પાસે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે ટ્રક પાછળ રાજકોટ તરફ જતો ટેમ્પો ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટમેટા ભરીને જઈ રહેલ ટેમ્પો ચાલક સહિતના બે વ્યકિતઓના મૃત્યુ થયા છે.મૃતક 35 વર્ષિય મોહસીન હાજી રફીકભાઈ મોતીવાલા ધોરાજીના રહેવાસી હોવાનું વિગત મળી છે. બીજા અજાણ્યા મૃતક અંગેની ઓળખ મેળવવા ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બંને મૃતક યુવાનોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા હતા.

Accident: જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એક યુવકનું ઘટના સ્થળે જ મોત

રાજકોટ: જિલ્લાના જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ જ મૃત્યુ થયું છે જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં 108 મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ હજી થઈ નથી પ્રાથમિક વિગત મળી રહી છે એ મુજબ યુવક પરપ્રાંતિય છે અને જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ફુવા ખોદવાનું કામ કરે છે. કારચાલકના કહેવા મુજબ બાઈક ચાલક તેમજ તેની પાછળ બેઠેલ યુવક બંને દારૂના નશાની હાલતમાં હતા જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. 

 ભાવનગરની આ કંપનીમાં થયો બ્લાસ્ટ

ભાવનગર: શહેરમાં આવેલી સુમીટોમો કંપનીમાં અચાનક જ કોઈ યૂનિટમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બ્લાસ્ટ થયોએ સમયે કંપનીમાં 100થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અનેક મજૂરોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. જે યુનિટમાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી કંપનીના કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા બજેટમાં શું કરવામાં મોટી જાહેરાત ?

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. પ્રવાસન વિભાગનું બજેટ જાહેર કરતાં કનુ દેસાઈએ કહ્યું, એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ૫૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ પ્રભાગના બજેટ ૩૪૬% નો વધારો કરવાની હું જાહેરાત કરું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget