શોધખોળ કરો

Accident: રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત, 10 ઘાયલ

આજે બનેલી અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Gujarat Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે બનેલી બે ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુંદા ગામના પાટિયા પાસે મોટર સાયકલ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ સવાર પ્રકાશભાઈ નામના 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક યુવાન થોરાળા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. કુવાડવા પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર-એસટી વચ્ચે અકસ્માત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કસ્માત ની જાણ થતાં જ 108ની નડીયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી. એસયુવી કાર અચાનક રોંગ સાઇડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નડીયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

Accident: રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત, 10 ઘાયલ

જામનગરમાં ટ્રક અડફેટે બાઇક સવાર બે લોકોનાં મોત

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તરુણને પણ ગંભીર ઇજા થયા પછી જી.જી. હોસ્પિટલમાં તેણે સારવાર દરમિયાન દમ તોડયો હતો. જામનગર તાલુકાના મૂળ સૂર્યપરા ગામનો વતની અને હાલ જામનગરમાં મયુર ટાઉનશીપની પાછળ ખોડીયાર નગરમાં રહેતો પિયુષ જમનભાઈ મૂંગરા નામનો 33 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં પ્રિન્સ અશ્વિનભાઈ નામના 16 વર્ષના તરુણને પાછળ બેસાડીને લાલપુર બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકના ચાલક પિયુષ જમનભાઈ મુંગરાનું સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા પ્રિન્સને પણ ગંભીર ઇજા થઈ હતી અને 108  એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં એક સાથે બંનેના મૃત્યુને લઈને ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget