શોધખોળ કરો

Rajkot News: રાજકોટ-ચોટીલા હાઈવે પર ટ્રક પર દોરડું બાંધવા જતા લાગ્યો કરંટ,ડ્રાઈવર-ક્લીનરના ઘટના સ્થળે જ મોત

Rajkot News: રાજકોટ-ચોટીલા હાઈવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કરંટ લાગતા બે લોકોના કરુણ મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રક પર દોરડું બાંધવા સમયે કરંટ લાગતા બન્નેના મોત નિપજ્યા હતા.

Rajkot News: રાજકોટ-ચોટીલા હાઈવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કરંટ લાગતા બે લોકોના કરુણ મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રક પર દોરડું બાંધવા સમયે કરંટ લાગતા બન્નેના મોત નિપજ્યા હતા. ટ્રક ડ્રાઈવર અને ક્લીનરના ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.

સુરત પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત

સુરત: શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઈક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા. આ દરમિયાન સંદીપ ભરતભાઈ વેકરીયાનું પોલીસમાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સંદીપના મોતને લઈને પરિવારજનો દ્વારા પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. પોલીસ પર યુવકના કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

મૃતકના સંબંધી મહેશ કાનાણીએ કહ્યું કે, ગત રાત્રે મારા મામાનો દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ઘણા ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા, પરંતુ તેમ છતા મામા ટ્રાય કરતાં હતાં. આ દરમિયાન 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે. જેથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયો હતો

ત્યાર બાદ અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, સંદીપ અને તેના અન્ય બે યુવકો 3 સવારીમાં પકડ્યાં હતા. જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતાં દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો ત્યાં એવી કોઈ દિવાલ જ નથી કે જ્યાં માથુ અથડાય તો મોત નીપજી શકે. માટે અમારી માગ છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે.

યુવકના મોતને લઈ સારોલી પોલીસ પર લાગેલા કસ્ટોડિયલ ડેથના ગંભીર આરોપને સામે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઇવ ચાલે છે. ત્યારે ગઈકાલે સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ કરાઈ હતી. સારોલી પોલીસ સ્ટેશનની પાછળ અવધ માર્કેટનો ચેકિંગ પોઇન્ટ પોલીસનો હતો. ત્યારે પોલીસ વાહનોનું ચેકિંગ કરતા હતા. એ સમય દરમિયાન એક બાઈક પર ત્રણ સવારી યુવકો આવતા હતા.

જેઓ પોલીસને જોતા જ ત્રણમાંથી એક યુવક ઉતરીને ભાગી ગયો હતો. એટલે પોલીસને શંકા ઉપજી જેથી પોલીસે બંને યુવકોને ઊભા રાખી તપાસ કરી હતી. તેમની બાઈકની નંબર પ્લેટ પણ ફેન્સી હતી. ત્યારે તેમની વધુ પૂછપરછ માટે બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બંનેની તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે સંદીપ વેકરીયાએ પહેરેલા ચપ્પલ સાઈડ પર કાઢી રહ્યો હતો તે જ સમયે સંદીપ વેકરીયાને અચાનક ચક્કર આવ્યા અને તે પડી ગયો. ત્યાર બાદ તેને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક 108ને કોલ કર્યો અને પોલીસે યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્મીમેરના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ અંગે તપાસ ચાલુ છે. આ આખા રસ્તે અને પોલીસ સ્ટેશન સુધી જેટલા પણ સીસીટીવી આવ્યા છે તે તમામ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. મૃતદેહને પેનલ ડોક્ટરથી પીએમ કરાવવાનું પણ નક્કી કરાયું છે. આ તપાસને એ-ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget