Rajkot: સન્માન સમારોહ યોજાય તે પહેલા જ રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું
Rajkot: રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે.
Rajkot: રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, થોડા સમયે પહેલા જ વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. વલ્લભ કથીરિયાએ 18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. ડૉ.વલ્લભ કથીરિયાના અચાનક રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક સર્જયા છે. તેમને તાજેતરમાં પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.
રાજકોટ ડો.વલ્લભ કથીરિયાના રાજીનામાનો મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર કથીરિયાના રાજીનામાને લઈને સૌરાષ્ટ્રભરમાં ખળભળાટ મચી ગયો છે. સાત દિવસ પહેલા જ તેમને એઇમ્સના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તો મળતી માહિતી પ્રમાણે ડો.વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા! આ ઉપરાંત મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે શુક્રવારના રોજ છ થી સાત કલાકે તેમનો સન્માન સમારોહ યોજાવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વે જ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.અને તેથી જ રાજ્ય સરકાર વધુમાં વધુ સિટી સિવિક સેન્ટરો શરુ કરી લોકોનું જીવન સરળ કરવા પર ખાસ ધ્યાન આપી રહી છે. તદ્અનુસાર, રાજ્ય સરકાર લોકોની ઈઝ ઑફ લિવિંગને સુદૃઢ બનાવવા માટે માત્ર મોટા શહેરો જ નહિં, પણ નાના શહેરોમાં પણ કામગીરી કરી રહી છે અને તેના માટે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2023-24 દરમિયાન રાજ્યની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાના શહેરોમાં શરુ થનારા આ સિટી સિવિક સેન્ટરો માટે સરકારે રૂ. ૩૩ કરોડની ફાળવણી કરી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં 157 નગરપાલિકાઓ છે કે, જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર ખોલવા માટે સહાય અપાય છે. વર્ષ 2022-23માં રાજ્યની 22 નગરપાલિકાઓમાં 22 સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા હતા અને હવે વર્ષ 2023 -24માં વધુ 66 નગરપાલિકાઓમાં 66 સિટી સિવિક સેન્ટરો શરૂ થશે કે જેથી રાજ્યની નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરોની સંખ્યા વધીને 88 થઈ જશે.
રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં તો મોટાભાગે શહેરીજનોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે અને તે જરૂરિયાતને જોતા રાજ્ય સરકાર નાના શહેરોમાં પણ એક પછી એક સિટી સિવિક સેન્ટર શરુ કરી રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી એક સાથે ૨૧ સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું.
નાગરિકોને મહાનગરપાલિકા કે નગરપાલિકાને લગતી તમામ સેવાઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર તૈયાર કરવામાં આવે છે. સિટી સિવિક સેન્ટરમાં શહેરીજનો મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હૉલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી મહાનગર પાલિકાઓ-નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઑનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ, સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શૉપ તરીકે કામ કરે છે.
ઉપલબ્ધ આંકડા મુજબ રાજ્યની નગરપાલિકાઓમાં સ્થપાયેલ સિટી સિવિક સેન્ટરોની ૫૦ હજારથી વધુ શહેરીજનોએ મુલાકાત લીધી અને તેમને એક જ સ્થળેથી જુદી-જુદી સેવાઓનો લાભ પણ પ્રાપ્ત થયો છે. તદ્અનુસાર સિટી સિવિક સેન્ટરો મારફતે શહેરીજનોના વ્યવસાય વેરાના 2293, શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેંટને લગતા ૨૨૬, લગ્ન નોંધણીને લગતા 2138 , મિલકત વેરાને લગતા ૪૨૯૫૫ કામો એક જ છત હેઠળ થયા છે.
નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં લઘુત્તમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે અને આ ધ્યેયને સાકાર કરવા માટે આગામી વર્ષ 2023-24માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરો બનાવવામાં આવશે.