![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોંઘી શાકભાજી સસ્તી થઇ, સતત બીજા દિવસે અહીં ઘટ્યા શાકભાજીના કિલો દીઠ 10 થી 20 રૂપિયા, જુઓ લિસ્ટ....
આજે રાજકોટમાં સવારથી શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, તહેવારોની સિઝન પહેલા આ પ્રકારે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
![મોંઘી શાકભાજી સસ્તી થઇ, સતત બીજા દિવસે અહીં ઘટ્યા શાકભાજીના કિલો દીઠ 10 થી 20 રૂપિયા, જુઓ લિસ્ટ.... Vegetable Price: continues second day has vegetable price cuts in rajkot market, read latest rate મોંઘી શાકભાજી સસ્તી થઇ, સતત બીજા દિવસે અહીં ઘટ્યા શાકભાજીના કિલો દીઠ 10 થી 20 રૂપિયા, જુઓ લિસ્ટ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/1c3c28072d0941fbe3c0c2e71e9abc8b1690540671935800_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vegetable Price: સતત વધી રહેલા શાકભાજીના ભાવની વચ્ચે હવે રાહતની સમાચાર આવ્યા છે, અમદાવાદમાં શાકભાજીના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ શાકભાજી બજારમાં કિલો દીઠ મોટીભાગની શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદમાં સવારથી શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, તહેવારોની સિઝન પહેલા આ પ્રકારે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આજે કિલો દીઠ શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વરસાદ બંધ થતાં જ શાકભાજીની આવકમાં જોરદાર વધારો થઇ રહ્યો છે, આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો નોંધાયો છે. સંભાવના છે કે, હજુ પણ આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં નિયંત્રણ આવશે અને ઘટાડો નોંધાશે.
આજના શાકભાજીના ભાવ -
- ટામેટાં 180-200 રૂપિયા
- કોબીજ 60-80 રૂપિયા
- ફ્લાવર 100-120 રૂપિયા
- પરવર 80-100 રૂપિયા
- તુરીયા 100-120 રૂપિયા
- દૂધી 60-80 રૂપિયા
- રીંગણ 80-100 રૂપિયા
- ગવાર 120-160 રૂપિયા
- કારેલા 80-100 રૂપિયા
- ભીંડા 80-100 રૂપિયા
ટામેટાંનો ભાવ આસમાને, શું કહી રહી છે ગૃહિણીઓ -
રાજકોટમાં ટમેટાના ભાવને લઈને ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, ટમેટા વગર કોઈ શાક કે દાળ ન થઈ શકે. ટમેટા શાકભાજીમાં રાજા ગણવામાં આવે છે તે દરેક શાકમાં નાખવા જરૂરી છે. મંત્રી એવું કહી રહ્યા છે કે ટમેટા સિવાય બીજું બધું ખાધા જેવું લો, પરંતુ બીજા બધાના ભાવ પણ આસમાને છે. રાજકોટની મહિલાઓએ મંત્રી ઋષિકેશ પટેલને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ટમેટા વગર ના ચાલે મંત્રીના ઘરે જમવા જઈએ તો થાય. પેટ્રોલ મોંઘુ, દરેક વસ્તુ મોંઘી અને ટમેટાના ભાવ તો આસમાને પહોંચ્યા છે. જૈન સમાજ હોય કે ગમે તે સમાજ ટમેટા વગર ના ચાલે. જૈન સમાજ ડુંગળી બટેટા ન ખાય તો ટમેટા વગર ચાલે તેમ નથી.
રાજકોટમાં ટમેટાનો ભાવ 180થી 200 રૂપિયા આસપાસ છે. જ્યારે સારા ટમેટા ખરીદવા જઈએ તો ભાવ 220 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે. રાજકોટની બહેનોએ કહ્યું ત્રણ શાક લઈ એટલે 500 ની નોટ જતી રહે છે. શાકભાજીના ભાવ આટલા મોંઘા ક્યારેય જોયા ન હતા. દરેક શાક એટલું મોંઘું છે પરંતુ ટમેટાનો ભાવ તો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. ટામેટાના વધતા ભાવના કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ટામેટાના વધતા ભાવ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી. સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. સપ્લાય વધશે ત્યારે ટામેટાના ભાવ નીચા આવશે. ટામેટાના વધતા ભાવ મુદ્દે ઋષિકેશ પટેલના નિવેદનથી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગૃહિણીઓએ કહ્યું હતું કે ટામેટા જ નહીં, અન્ય શાકભાજી પણ મોંઘા છે. તેઓએ સવાલ કર્યો હતો કે મંત્રી જવાબ આપે શું સસ્તું છે જેને ખાઈ શકીએ. મંત્રીને શું જાણકારી હોય કે રસોઈમાં શાની જરૂર હોય છે. મહિલાઓએ કહ્યું કે ટામેટાના વધુ ભાવ હોવાના કારણે અમારુ બજેટ બગડી ગયું છે. ભાવ વધારાથી મધ્યમવર્ગને ફટકો પડે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)