શોધખોળ કરો
Advertisement
કોરોના કેન્સર-ન્યુમોનિયા કરતાં પણ કેમ ખતરનાક ? રાજકોટમાં કોરોનાના મૃતકોના પોસ્ટ મોર્ટમમાં શું થયો ધડાકો ?
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી કરવામાં આવી છે. કોરોનાના મૃતકોના પોસ્ટ મોર્ટમાં મોટો ધડાકો થયો છે.
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે રાજકોટમાં કોરોનાના મૃતકોની ઓટોપ્સી કરવા મંજૂરી આપવામાં આવી છે. જેને પગલે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી કરવામાં આવી છે. કોરોનાના મૃતકોના પોસ્ટ મોર્ટમાં મોટો ધડાકો થયો છે.
પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે કે, કોવિડ દર્દીના ફેફસા પથ્થર બની જાય છે. ટીબીમાં ફેફસાનો ઉપરનો ભાગ પથ્થર બનતો હોય છે. જ્યારે નિમોનિયામાં નીચેનો ભાગ પથ્થર બની જતો હોય છે. જોકે, કોરોનામાં ફેફસાંનો આખો ભાગ પથ્થર બની જાય છે. ફેફસામાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. મૃતદેહમાંથી ફેફસા બહાર કાઢતા ફેફસા પથ્થર હોય લાગતું હોય છે.
ફોરેન્સિક મેડિસિન વિભાગના ડીન ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં. જોકે, એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેને કારણે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે. જોકે, એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.
જો કે ઓટોપ્સીથી નક્કર નિષ્કર્ષ પર આવવા માટે સિવિલમાં આશરે ૨૦ શબોનું પરીક્ષણ કરાશે અને તેના સેમ્પલ લઈને સંશોધન બાદ તારણો બહાર પડાશે. તબીબોએ જણાવ્યું કે આ રિસર્ચથી કોરોનાના દર્દીને બચાવવા કેવી સારવાર આપવી તે અંગે અમે ઉપયોગી તારણો આપી શકીશું તેવી આશા છે. આજ સુધીમાં ૬ મૃતદેહોની ઓટોપ્સી થઈ છે.
કોરોના સામેની લડાઈની આડઅસર અને ટિશ્યુ રિપેર કરવા માટેની પ્રતિક્રિયાને કારણે ફેફસાંની ઝીણી નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે. આ પ્રવાહી નળીઓમાં જામી જતાં ફેફસાં સ્થિતિસ્થાપક રહેતાં નથી અને કઠણ બનતાં જાય છે જેને ફાઈબ્રોસિસ કહે છે. ફેફસાં કઠણ થઈ જતા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઓક્સિજન મળતો નથી. ફાઈબ્રોસિસ બધા રોગમાં અલગ અલગ રીતે થતું હોય છે કોરોનામાં ફાઈબ્રોસિસનું સાચું કારણ અને કઈ રીતે ફેલાય છે એની સાઈકલ રિસર્ચ બાદ બહાર આવશે.
ફેફસાંના પાંચ ખંડ હોય છે, જેમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધુ હોય છે. ટી. બી.ના દર્દીઓમાં ફેફસાંના ઉપરના ભાગમાં ફાઈબ્રોસિસ થાય છે, જ્યારે ન્યુમોનિયામાં ફેફસાંના નીચેના ભાગમાં ફાઈબ્રોસિસ હોય છે, પણ કોરોનાના દર્દીઓમાં પાંચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement