શોધખોળ કરો

Sindhutai Sapkal Passed Away:અનાથના માતા સિંધુતાઈનું નિધન, પદ્મશ્રીના સન્માનથી કરાયા હતા સન્માનિત

પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈનું મંગળવારે 74 વર્ષની વયે નિધન થયું છે. તે છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને મંગળવારે હૃદયરોગના હુમલાને કારણે તેનું અવસાન થયું હતું.

Sindhutai Sapkal Passed Away:પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈનું મંગળવારે 74 વર્ષની વયે નિધન થયું છે. તે છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને મંગળવારે હૃદયરોગના હુમલાને કારણે તેનું અવસાન થયું હતું.

સિંધુતાઈને મહારાષ્ટ્રની 'મધર ટેરેસા' કહેવામાં આવે છે. તેમણે તેમનું આખું જીવન અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું. તેમણે લગભગ 1400 અનાથ બાળકોને દત્તક લીધા અને આ ઉમદા હેતુ માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી સહિત અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે

કોણ છે સિંઘુ તાઇ

સિંધુ તાઈ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના ભરવાડ પરિવારની દીકરી  છે. સિંધુ તાઈનું બાળપણ વર્ધામાં વીત્યું હતું. તેમનું બાળપણ અનેક મુશ્કેલીઓ વચ્ચે વીત્યું. સિંધુ જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેના લગ્ન એક મોટી ઉંમરના પુરુષ સાથે થયા હતા. સિંધુ તાઈ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.  તે આગળ ભણવા માંગતી હતી પરંતુ લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેનું સપનું સાકાર થવા દીધું ન હતું.

સિંધુને સાસરી અને પિયરમાં  ન મળ્યું સ્થાન

અભ્યાસથી માંડીને એવી ઘણી નાની-મોટી બાબતો હતી, જેમાં સિંધુ તાઈને હંમેશા અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ આની સામે અવાજ પણ ઉઠાવ્યો હતો, પરંતુ પરિણામ એ આવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. એટલું જ નહીં તેના પરિવારજનોએ પણ તેને અહીં રાખવાની ના પાડી દીધી હતી.

સિંધુ તાઈએને પરિવારથી કાઢી મૂકાયા હતા. તે  બહાર સંઘર્ષની વચ્ચે  દીકરીને જન્મ આપ્યો. એકલા બાળકને જન્મ આપવો સરળ ન હતો. તેણે પથ્થર વડે માર મારીને તેની નાળ કાપી નાખી હતી. આ પછી સિંધુએ રેલ્વે સ્ટેશન પર દીકરી માટે ભીખ પણ માંગી. આ સમયગાળો તેના જીવનનો એવો સમય હતો, જ્યારે સિંધુએ હજારો બાળકોની માતા બનવાની લાગણી જગાવી હતી.

એક સમય એવો આવ્યો, જ્યારે સિંધુ તાઈ પોતાની બાળકીને મંદિરમાં છોડીને જતી રહી પરંતુ પછીથી તેને રેલ્વે સ્ટેશન પર એક બાળક મળ્યું, જેને તેણે દત્તક લીધું. તેના મનમાં વિચાર આવ્યો કે તેણે આ અનાથ બાળકોની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. સિંધુતાઈએ અનાથ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. સિંધુએ હજારો બાળકોને ખવડાવવા માટે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાનું શરૂ કર્યું.

સિંધુ તાઇએ મળ્યું સન્માન

સિંધુ તાઈને તેમના ઉમદા કાર્ય માટે અત્યાર સુધીમાં 700 થી વધુ સન્માન મળ્યા છે. સિંધુ તાઈએ તેમને અત્યાર સુધી મળેલા સન્માનમાંથી મળેલી રકમ તેમના બાળકોના ઉછેરમાં ખર્ચી નાખી. તેણે ડીવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ પૂણેમાંથી ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. મરાઠી ફિલ્મ મી સિંધુતાઈ સપકલ તેમના જીવન પર બનાવવામાં આવી છે જે વર્ષ 2010 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget