મોદી સરકારના ચાર ધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપીલીલી ઝંડી, પર્વતિય વિસ્તારમાં ડબલ લેન રોડ બનશે
ઓલ વેધર રાજમાર્ગ પરિયોજનાનો ઉદેશ બધા જ પર્વતીય રાજ્ય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના ચાર પવિત્ર સ્થળોને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દરેક સિઝનમાં ચાર ધામ યાત્રા કરી શકાશે.
ઓલ વેધર રાજમાર્ગ પરિયોજનાનો ઉદેશ બધા જ પર્વતીય રાજ્ય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના ચાર પવિત્ર સ્થળોને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દરેક સિઝનમાં ચાર ધામ યાત્રા કરી શકાશે.
સુપ્રીમ કોર્ટે ચારધામ માટે ડબલ લેન રોડ પ્રોજેકટને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મોદી સરકાર માટે રાહત ભર્યો છે. ઓલ વેધર રાજમાર્ગ પરિયોજનામાં સડકની પહોળાઇ વધારીને તેને ડબલ લેન હાઇવે બનાવવાનો રસ્તો ક્લિયર કરી દીધો છે.
શું છે ચારધામ પરિયોજના
ચારધામ પ્રોજેક્ટનો ઉદ્દેશ પર્વતીય રાજ્ય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના ચાર પવિત્ર સ્થળોને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દરેક સિઝનમાં ચાર ધામ યાત્રા કરી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ 900 કિલોમીટર લાંબા રોડ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં 400 કિલોમીટરનો રોડ પહોળો કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 25 હજાર વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણવાદીઓ નારાજ હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રવાસી દરેક સિઝનમાં ચાર ધામ યાત્રા કરી શકાશે.
દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ
દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. આ 6માંથી એખ દર્દી સાજો થઈ ગયો છે. તેમજ અન્ય દર્દીઓની તબિયત સામાન્ય છે. દેશમાં નવા 4 કેસ સાથે કુલ 45 ઓમિક્રોનના કેસ થઈ ગયા છે.
કોરોના નવા વેરિયન્ટની દહેશત વધી છે પરંતુ અત્યાર સુધીમાં તેનો જે પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને લઇને કહી શકાય કે. આ કોરોના મહામારીનો અંત પણ હોઇ શકે છે. ભલે ડેલ્ટા વેરિયન્ટથી ઓમિક્રોનની ફેલાવવાની ક્ષમતા પાંચ ગણી વધુ હોય પરંતુ ઓમિક્રોન સંક્રમિતોના દર્દીઓમાં અત્યાર સુધી ખૂબ જ માઇલ્ડ લક્ષણો જોવા મળી રહ્યાં છે અને દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી પડતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલયે અનેક એક્સ્પર્ટ સાથે આ મુદ્દે કેટલીક વાતચીત કરી હતી. નવા વેરિયન્ટની બીમારી કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેની અંતની આ શરૂઆત પણ હોઇ શકે છે. આ વાતનો એકસ્પર્ટે સ્વીકાર કર્યો છે.