શોધખોળ કરો
Advertisement
સુરતઃ બીજા માળેથી નીચે પટકાતા 10 મહિનાના બાળકનું મોત, આખી ઘટના જાણીને લાગી જશે આંચકો
પલંગ પર રમતા રમતા બાળક બીજા માળેથી નીચે પટકાતા થયું મોત. પલંગ પાસે ગ્રીલ વગરની બારીને કારણે બાળકનું થયું મોત.
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં બીજા માળેથી નીચે પટકાતા 10 મહિનાના બાળકનું મોત થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાંડેસરાના અપેક્ષાનગરના મકાનમાં 10 મહિનાનો જયેશ પાટીલ ઘરમાં પલંગ પર હતો. આ પલંગ પાસે ગ્રીલ વગરની બારી હતી અને બાળક રમતા રમતા પલંગ પરથી પટકાતા નીચે પડ્યો હતો અને તેનું મોત થયું હતું.
જયેશ રમતા રમતા બારી નજીક પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો. બારી પાસે સંતુલન ખોરવાઈ જતા જયેશ બીજા માળેથી પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા જયેશને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. પાંડેસરા પોલીસે અકસ્માતે નોંધ કરી તપાસ આરંભી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement