સુરત જિલ્લામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 200થી વધારે કાર્યકરો ભાજપમાં સામેલ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
સુરત: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ કૉંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા છે. 200 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. સુરત જિલ્લામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા. સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા સતત કોંગ્રેસ તૂટી રહી છે. છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસના આગેવાનો અને નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.
'કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે, જેમ મુસ્લિમ સમાજ મતદાન કરે એવી રીતે 80 ટકા મતદાન કરે'
વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. આગામી દિવસોમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કોળી સંમેલન બોલાવશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન બોલાવશે. સુરેન્દ્રનગર સહિતના કોળી મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે કરશે બેઠક. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા વચ્ચે ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી. આગામી ચૂંટણીમાં કોળી સમાજને પ્રભુત્વ મળે અને વધુમાં વધુ ટિકિટો રાજકીય પક્ષો કોળી સમાજને આપે તેવી માંગ કરવામાં આવશે.
દેવજી ફતેપરાએ આ મુદ્દે કહ્યું કે, 30 થી 32 સીટ એવી કે જેમાં અમાર મતદાન મહત્વનું. આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.રાજ્યમાં અમારા સમાજનું મોટું મતદાન. કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે. 54 સીટો પર અમારું પર પ્રભુત્વ. જેમ મુસ્લિમ સમાજ મતદાન કરે એવી રીતે 80 ટકા મતદાન કરે. રજા રાખીને પણ મતદાન કરી શકે. હજી કોઈ સમાધાન કુંવરજીભાઇ સાથે મારે નથી થયું. મારા સંમેલનમાં કુવરજીભાઈ બાવળિયા નહીં હોય. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા પણ અમારા સંમેલનમાં નહીં હોય.
2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે દરેક જ્ઞાતિ દરેક સમાજના આગેવાનો એકઠા થઈ રહ્યા છે. રાજકારણમાં પોતાનું અસ્તિત્વ તેમજ પોતાના સમાજનું મહત્વ દર્શાવવા દરેક જ્ઞાતિ સમાજ એકઠો થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજરોજ કોળી સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાની બાદબાકી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.