શોધખોળ કરો
સુરત નજીક વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો કેટલી હતી તીવ્રતા
સુરત નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. વહેલી સવારે 4.35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સુરત: સુરત નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. વહેલી સવારે 4.35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેંદ્ર બિંદુ સુરતથી 29 કિમી દૂર નોંધાયું છે. અચાનક આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકમાં ડરનો માહોલ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ રહે છે.
વધુ વાંચો





















