ગુજરાતના કયા શહેરમાં કોરોનાને કારણે એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં 50 ટકાનો થયો ઘટાડો?
સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા ઘટી છે. કોરોનામાં રદ થયેલી ફલાઈટોના કારણે મુસાફરોમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. 95 હજારને પાર થયેલી પેસેન્જર સંખ્યા ઘટીને 48,889 પર પહોંચી છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે વિમાનમાં મુસાફરી કરતાં પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા ઘટી છે. કોરોનામાં રદ થયેલી ફલાઈટોના કારણે મુસાફરોમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. 95 હજારને પાર થયેલી પેસેન્જર સંખ્યા ઘટીને 48,889 પર પહોંચી છે.
સુરત એરપોર્ટ પર આવનારા ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા 20,228 હતી. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ થકી 2067 પેસેન્જર નોંધાયા હતા. જ્યારે સુરતથી જનારા 26,534 પેસેન્જર નોંધાયા છે. મે માસમાં હજુ પેસેન્જર્સ સંખ્યા નીચી જાય તેવી વકી છે.
6 માસમાં સુરત એરપોર્ટ પર નોંધાયેલા પેસેન્જર્સ
માસ. પેસેન્જર્સ
નવેમ્બર.. 67,952
ડિસેમ્બર... 74,415
જાન્યુઆરી.. 87,227
ફેબ્રુઆરી... 96,949
માર્ચ... 95,640
એપ્રિલ... 48,889