(Source: ECI/ABP News/ABP Majha)
Suicide: સુરતના અડાજણમાં 2 બાળકો સહિત પરિવારના 7 સભ્યોએ કર્યો આપઘાત, 6 લોકોએ ગટગટાવી ઝેરી દવા
સુરતના અડાજણ વિસ્તારમાં ખુબ જ કરૂણ ઘટનાબની છે. પરિવારના સાત સભ્યોએ ઘરમાં એક જ રૂમમાં આપઘાત કરીને જીવનનો અંત આણી દીધો
સુરત:સુરતના અડાજણમાં પરિવારે સામુહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારના 7 સભ્યોએ સામુહિક મોતને વ્હાલુ કર્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમાં સિધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જિંદગી ટૂકાવી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી માહિતી મુજબ 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું તો એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો. 7 સભ્યોમાં 2 બાળકો પણ સામેલ છે.
આ ઘટના પાલનપુર પાટીયા પાસે નુતન રો હાઉસ સામેની સિધેશ્વર સોસાયટીમાં બની છે. સમગ્ર પરિવારે એક જ રૂમમાં આપઘાત કરીને જીવનનો અંત આણ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. હજુ સુધી ઘટના સ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. ક્યાં કારણોસર પરિવારે સામુહિક આપઘાત કર્યો તેને લઇને હજુ સુધી કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ મોટે રવાના કર્યાં છે. તેમજ આપઘાતનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યું છે.
આ પણ વાંચો
Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે રાજ્યના આ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર