શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
સુરતમાં છેલ્લા 11 દિવસમાં કેટલા સુપર સ્પ્રેડર મળી આવ્યા? કોણ કોણ છે પોઝિટિવ?
આજે ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં એન્ટીજન ટેસ્ટ કરાય હતા. સુરતના ગાંધીસમૂર્તિ સામે આવેલ ખાણીપીણીની લારીઓ ખાતે એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાના દૈનિક કેસો રાજ્યમાં સૌથી વધુ છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સુપરસ્પ્રેડર્સ સામેથી શોધવામાં આવી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં જ 78 સુપરસ્પ્રેડર્સ મળી આવ્યા છે.
આજે ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં એન્ટીજન ટેસ્ટ કરાય હતા. સુરતના ગાંધીસમૂર્તિ સામે આવેલ ખાણીપીણીની લારીઓ ખાતે એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગત10મીથી હાથ ધરાયેલા ટેસ્ટિંગ અભિયાનમાં 78 પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 8 રિક્ષા ચાલકો, 10 કેશિયરો-એકાઉન્ટન્ટ્સ, 9 કુરિયર-ફૂડ ડિલીવરી બોય પોઝિટિવ મળી આવ્યા છે.
આ ઉપરાંત સલુનોમાં કરાયેલા કુલ 650 ટેસ્ટમાં માત્ર એક પોઝિટિવ નોંધાયો છે. ઓટો ગેરેજવાળાના 860 ટેસ્ટમાં 8 પોઝિટિવ આવ્યા છે. પાન ગલ્લા-ચા વાળાના 855 ટેસ્ટિંગ કરાતા 7 પોઝિટિવ નોંધાયા છે. મેડિકલ સ્ટોર અને મેડિકલ રિપ્રેઝન્ટેટીવના ટેસ્ટિંગમાં કુલ 708 ટેસ્ટ કરવામાં આવ્યાં તેમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
આ અભિયાનના ભાગરૂપે સુરત મનપા દ્વારા પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ પેટ્રોલપમ્પ પર 12 કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. 12 કર્મચારીઓ પોઝિટિવ મળતા પેટ્રોલ પમ્પ બંધ કરાયો છે.
ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટીર પાસે આવેલ ભારત પેટ્રોલપમ્પને બંધ કરાવાયો છે. મનપા દ્વારા પેટ્રોલપમ્પના 884 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા,જેમાં 16 પોઝિટિવ મળી આવ્યા,16 પૈકી 12 માત્ર એક જ પેટ્રોલ પમ્પ પર મળી આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion