શોધખોળ કરો
Advertisement
દ.ગુજરાતના આ શહેરમાં તુટી પડ્યો ધોધમાર વરસાદ, 7.25 ઈંચ વરસાદ વરસતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વરસાદની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. ઉમરપાડામાં 24 કલાકમાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો હતો
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. ઉમરપાડામાં 24 કલાકમાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે માંડવીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે નદી-નાળા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો. ઉમરપાડામાં 24 કલાકમાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો તો માંડવીમાં 6 ઈંચ, માંગરોળમાં 5.72 ઈંચ, કામરેજમાં 4.5 ઈંચ, બારડોલીમાં 4.25 ઈંચ, મહુવામાં 2 ઈંચ, ઓલપાડમાં 2 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ અને ચોર્યાસીમાં 1.75 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો હતો. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
નવસારી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. નવસારીના ચીખલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ખેરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ અને નવસારીમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો તો જલાલપોરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરક આવ્યા છે.
તાપીના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ડોલવણ, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે તો ઉચ્છલ, વાલોડ અને સોનગઢમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement