શોધખોળ કરો
Advertisement
ઓડિસાથી સુરત પરત આવતાં કામદારોની બસને સર્જાયો અકસ્માત, 8 લોકોનાં મોત
ઓડીશાથી સુરત પરત ફરી રહેલા પાવરલુમ કામદારોની બસને ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં 8 કામદારોના મોત નિપજ્યાં છે.
હાલ સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે ધીરે ધીરે કરીને ધંધા શરૂ કરવાની છૂટ આપી રહી છે. સમગ્ર દેશમાં ધીરે ધીરે ધંધા-રોજગાર શરૂ થતાં લોકો પોતાના વતનેથી નોકરી માટે પરત ફરી રહ્યાં છે ત્યારે ઓડીસાથી સુરત પરત ફરી રહેલા પાવરલુમના કામદારોની બસને અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 8 કામદારોના મોત નિપજ્યાં છે. અકસ્માત સર્જાતાં હાઈવે પર ટ્રાફિમ જામ સર્જાયો હતો. ઘટના જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
કોરોનાને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને કામદારો પોતાના વતને પહોંચ્યા હતાં. ત્યારે ધીરે ધીરે સરકારે છૂટછાટ આપતાં મજૂરો ધંધા-રોજગારી માટે પરત ફરી રહ્યાં છે ત્યારે ઓડીશાથી સુરત પરત ફરી રહેલા પાવરલુમ કામદારોની બસને ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં 8 કામદારોના મોત નિપજ્યાં છે.
આ અકસ્માત છત્તિસગઢના રાયપુર નજીક સર્જાયો હતો. અકસ્માત સવારે 3.30 વાગે સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. 59 કામદારને ઓડીસાના ગંજમ જીલ્લાથી લઈને લક્ઝરી બસ સુરત આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement