શોધખોળ કરો

Surat News: સુરત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી 4 વર્ષના બાળકનો હાથ કાપવો પડ્યો

ઉપેન્દ્ર શિંગ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.  ઉપેન્દ્ર શિંગની પત્ની વિજાન્તી દેવીને 13 નવેમ્બરના રોજ સવારે ઝાડા થતા હતા.

Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોકટર સામે ગંભીર આરોપ લાગ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીથી 4 વર્ષનાં બાળકનો હાથ કાપવો પડ્યો હોવાનો આરોપ છે. ડોકટરે બાળકને હાથમાં ઇન્જેક્શન મૂકીને ઇન્ફેક્શન કરી દેતા હાથ કાપવાનો વારો આવ્યો હોય તેવા આક્ષેપો પરિવારે કર્યા છે. મૂળ બિહાર ઔરંગાબાદ જિલ્લાના વતની ઉપેન્દ્ર શિંગ ભરણશિંગ રાજવંશી હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે. પત્ની વિજાન્તી દેવી, પુત્ર વિષ્ણુ, મહેશ અને ગણેશ (4 વર્ષ) સાથે રહે છે.

ઉપેન્દ્ર શિંગ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.  ઉપેન્દ્ર શિંગની પત્ની વિજાન્તી દેવીને 13 નવેમ્બરના રોજ સવારે ઝાડા થતા હતા. જેથી વિજાન્તી દેવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર માટે તેને કિડની બિલ્ડિંગના છઠ્ઠા માળે દાખલ કરી હતી. 14 નવેમ્બરના રોજ ઉપેન્દ્ર શિંગ 4 વર્ષના ગણેશ સહિત ત્રણેય બાળકને હોસ્પિટલમાં મૂકીને ઘરે જમવાનું લેવા માટે ગયો હતો.

તે દરમિયાન ગણેશ ભાઈઓ સાથે રમી રહ્યો હતો. ત્યારે રમતાં રમતાં ગણેશ છઠ્ઠા માળના દાદરના ભાગથી પાંચમાં માળ તરફ નીચે પડ્યો હતો. જેથી તેને માથામાં કપાળના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. ઉપેન્દ્ર શિંગ ઘરેથી આવ્યા બાદ તેને ઘટના અંગે જાણ કરી હતી. જેથી ઉપેન્દ્ર શિંગે ગણેશને સાતમાં માળે ડોકટરને બતાવીને દવા લઈને આવ્યો હતો. ત્યારબાદ વિજાન્તી દેવીને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.

ઘરે આવ્યા બાદ ગણેશની તબિયત લથડતાં ઉપેન્દ્ર શિંગે તાત્કાલિક ગણેશને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો.  જ્યાં ડોકટરે ગણેશને જમણા હાથમાં ઇન્જેક્શન મૂકવાની સાથે એક બોટલ ચડાવી હતી. ત્યારબાદ ગણેશને હાથમાં ઇન્ફેક્શન જેવું થવા લાગ્યું હતું અને હાથ કાળો થઈ ગયો હતો.  જેથી તેને નવી સિવિલ જૂની બિલ્ડિંગમાં G/2 વોર્ડમાં દાખલ કર્યો હતો. જે ઇન્ફેક્શનથી ગણેશનો હાથ સારો નહી થતાં 27 નવેમ્બરના રોજ ગણેશનો જમણો હાથ અડધો કાપવો પડ્યો હતો.

ગણેશના પિતા ઉપેન્દ્ર શિંગએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી મારા છોકરાનો અડધો હાથ કાપવો પડ્યો હતો. ગણેશને અહીં સારવાર માટે લઈને આવ્યા બાદ ડોકટરે ઉપરા-ઉપરી ઇન્જેક્શન મૂકી રહ્યા હતા. બંને હાથ સાથે સ્વસ્થ આવેલા ગણેશની જીંદગી બગડી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?Gondal Crime : ગોંડલમાં સગીરને માર મારવા મામલે પોલીસનો મોટો ખુલાસોBhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Embed widget