![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ મોટા શહેરમાં તમામ વેપાર-ધંધામાં 48 કલાકનું લોકડાઉન, 140 સંગઠનોનો મોટો નિર્ણય
આ સ્વૈચ્છિક બંધમાં કારીગર વર્ગને માહિતગાર કરીને સમજાવવામાં આવશે કે આ બંધ 48 કલાક માટે છે તેથી તેઓ અહીં જ રહે અને નાસભાગ ન કરે.
![ગુજરાતના આ મોટા શહેરમાં તમામ વેપાર-ધંધામાં 48 કલાકનું લોકડાઉન, 140 સંગઠનોનો મોટો નિર્ણય A 48-hour lockdown in all businesses in this big city of Gujarat, a big decision of 140 organizations ગુજરાતના આ મોટા શહેરમાં તમામ વેપાર-ધંધામાં 48 કલાકનું લોકડાઉન, 140 સંગઠનોનો મોટો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/17/b3f84d7d0333dc83050ddc6db9b88ef9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહરેમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવાની વિવિધ વેપારી ધંધાકીય એકમોએ જાહેરત કરી છે. કોરોનાની ચેઈન રોકવા માટે જનહિતમાં 48 કલાક સ્વૈચ્છિક રીતે એકમો બંધ રાખવાની અપીલ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવી છે. ચેમ્બર્સ ઓફ કોમર્સ શહેરની વિવિધ વેપાર-ઉદ્યોગની સંસ્થાઓ સાથે મીટિંગ કર્યા પછી તમામની સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્ય છે અને બધાને સ્વૈચ્છિક બંધમાં સહયોગ આપવા અપીલ કરી છે.
કોરોના વાયરસની ચેઈન બ્રેક કરવા માટે નહીં કર્ફ્યૂ, નહીં લોકડાઉનના નામે જનતા શિસ્ત બે દિવસનો કાર્યક્રમ ચેમ્બર સાથે જોડાયેલી દોઢસોથી વધુ સંસ્થાઓ નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ શનિવારે સવારે 6થી સોમવારે 6 કલાક સુધી સ્વૈચ્છિક લોકોએ ઘરમાં રહીને ચેઈન બ્રેક કરવા માટે અપીલ કરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સની આ પહેલને વધુમાં વધુ લોકોનો સહકાર મળી રહ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું કે, સુરત અને દક્ષિણ ગુજરાતના તમામ સંસ્થાઓ તથા લોકો તરફથી અમને સહયોગ મળશે કે જેથી કોરોનાના કેસોમાં વધારાને અંકુશમાં લાવી શકીએ.
આ સ્વૈચ્છિક બંધમાં કારીગર વર્ગને માહિતગાર કરીને સમજાવવામાં આવશે કે આ બંધ 48 કલાક માટે છે તેથી તેઓ અહીં જ રહે અને નાસભાગ ન કરે.
આ બંધમાં વરાછામાં મીનીબજાર, માનગઢ ચોક, મહિધરપુરા હીરાબજારના તમામ દલાલ મિત્રોએ સ્વૈચ્છિક બજારમાં રજા રાખશે.
આ બંધમાં સુરત હાર્ડવેર બિલ્ડીંગ મટીરીયલ મર્ચન્ટ એસો. સુરત ઇલેક્ટ્રિકલ્સ મર્ચન્ટ એસો., સાઉથ ગુજરાત મશીન ટૂલ્સ, હાર્ડવેર અને વેલ્ડીંગ મર્ચન્ટ એસો., સુરત હોલસેલ મર્ચન્ટ એસો., સુરત કરિયાણા એસો., સુરત નમકીન એસો., સહિત અનેક સંસ્થાઓએ આ અભિયાનમાં જોડાવવા સહમતી આપી છે. એટલું જ નહીં સુરતમાં કાપડ બજારની 150થી વધારે માર્કેટ શનિ રવિવારે સંપૂર્ણ બંધ પાડશે.
ગુજરાતના વધુ એક શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આજે બપોરથી સોમવારે 6 વાગ્યા સુધી બધુ બંધ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)