શોધખોળ કરો

ગુજરાતના વધુ એક શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આજે બપોરથી સોમવારે 6 વાગ્યા સુધી બધુ બંધ

ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે.

ભરૂચમાં આજે બપોરથી સોમવારના સવારે છ વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન (Lockdown)નું પાલન કરવામાં આવશે. સ્થાનિકો સ્વયંભૂ વિકેન્ડ કર્ફ્યૂનું પાલન કરશે. શહેરમાં કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધ્યા છે. મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે જેના કારણે સ્મશાનોમાં લાઈન જોવા મળી રહી છે. જેને ધ્યાને રાખી વિવિધ વેપારી સંગઠનોની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે કલેક્ટરની અપીલને માન આપીને શનિવારે બપોરના બાર વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. Coronavirusથી કુલ મૃત્યુઆંક 5170 પર  પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 3387 લોકોએ Coronavirusને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49  હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronavirusથી રિકવરી રેટ 85.73  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.

Coronavirusથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-8, રાજકોટ 5, મોરબી 4, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત 2,  અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા 1 અને વલસાડ 1   મોત સાથે કુલ  94 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5170 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 2842,  સુરત કોર્પોરેશનમાં 1522, રાજકોટ  કોર્પોરેશનમાં 707,  વડોદરા કોર્પોરેશનમાં 429, સુરત 398, મહેસાણા 330,  જામનગર કોર્પોરેશન 192,  ભરુચ-173, વડોદરા 171,  પાટણ 125, જામનગર 122, નવસારી 117, ભાવનગર કોર્પોરેશન 112, બનાસકાંઠા 110,  અમરેલી 92, દાહોદ 91, કચ્છ 89,  ભાવનગર 85, આણંદ 81, પંચમહાલ 79, તાપી 78, ગાંધીનગર 75, જૂનાગઢ કોર્પોરેશન-74, સુરેન્દ્રનગર 69, ગાંધીનગર કોર્પોરેશન  67, નર્મદા 67,  સાબરકાંઠા 66, મહીસાગર 62, જુનાગઢ-61, અમદાવાદ 56, મોરબી 55, રાજકોટ 52, વલસાડ 52, ખેડા 46, બોટાદ 40,  ગીર સોમનાથ 32 કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને Coronavirusની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.   આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું  બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget