શોધખોળ કરો

Surat: સુરતમાં રફતારનો કહેર, કાર ચાલકે બે સફાઈકર્મી સહિત 5ને અડફેટે લીધા 

સુરતના અઠવા વિસ્તારમાં કાર લઈને નીકળેલા ડ્રાઈવરે પાલિકાના બે સફાઈકર્મી સહિત પાંચ લોકોને અડફેટે લેતા પોલીસ દોડતી થઇ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

સુરત:  સુરતના અઠવા વિસ્તારમાં કાર લઈને નીકળેલા ડ્રાઈવરે પાલિકાના બે સફાઈકર્મી સહિત પાંચ લોકોને અડફેટે લેતા પોલીસ દોડતી થઇ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઉમરા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાં બેફામ દોડતી કારના ચાલકે ચારથી પાંચ જેટલા લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે સુરતની નવી સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલકને લોકોએ ઝડપી પોલીસના હવાલે કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારનો ચાલક દારૂના નશામાં ધૂત હતો. જેના કારણે અકસ્માતની આ ઘટના બની હતી.જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં બેફામ દોડતી ફોર વ્હીલ કારના ચાલકે ચારથી પાંચ જેટલા લોકોને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની છે. ઉમરા પોલીસ મથક અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અઠવા વિસ્તારમાં આવેલ આદર્શ પછાત સોસાયટીમાં પૂરપાટ ઝડપે દોડી આવેલી કારના ચાલકે મનપાના બે સફાઈ કર્મચારી સહિત ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. 

આ ઘટના બનતાની સાથે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિક લોકો દ્વારા કાર ચાલકને ઝડપી પાડી ઘટનાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત સુરત મનપાના બે સફાઈકર્મીઓ સહિત ચારથી વધુ લોકોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. 

ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની પણ હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે પોલીસે કાર ચાલક સુરેશ અઠાવલેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ આઠવલે સુરતના નિવૃત્ત આર્કિટેકના ત્યાં કાર ચાલક તરીકે કામ કરે છે. આજ રોજ લોટ દળવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.જ્યાં મોપેડ લઇ જવાના બદલે પોતે આર્કિટેકની કાર લઈ નીકળી પડ્યો હતો. જે દરમિયાન આ ઘટના બની હતી. ચાલક મોડે સુધી ઘરે નહિ  પહોંચતા આર્કિટેક ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ કરવા પહોંચેલા કાર માલિકને ઘટનાની જાણ થઈ હતી. ઉમરા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget