(Source: ECI/ABP News/ABP Majha)
Surat : સ્તનપાન પછી ઘોડિયામાં સૂતેલા માસુમનું મોત, બાળકના મોતથી અરેરાટી
સ્તનપાન બાદ ઘોડિયામાં સુતેલા માસુમનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ સ્તનપાન કરાવી બાળકને ઘોડિયામાં સુવડાવી દીધું હતું. કાપોદ્રા યમુના કુંજ સોસાયટીમાં બનેલી ઘટના.
સુરત : સ્તનપાન બાદ ઘોડિયામાં સુતેલા માસુમનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ સ્તનપાન કરાવી બાળકને ઘોડિયામાં સુવડાવી દીધું હતું. કાપોદ્રા યમુના કુંજ સોસાયટીમાં બનેલી ઘટના. નીતાબેન ખૈનીએ પોતાના ત્રણ માસના બાળકને સ્તનપાન કરાવ્યું હતું. ત્યાર બાદ માસૂમ અર્થવને ઉઠાડતા તે ઉઠ્યો નહોતો. માસૂમ અર્થવને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયુ હતું.
તબીબી સારવાર મળે તે પહેલા બાળકનું મોત થયું હતું. શ્વાસ નળીમાં દૂધ અટકી જતા મોત થયાની આશંકા. ઘટના અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.
Gir Lion : ફરીથી સિંહના ગોંડલ પંથકમાં ધામા, સિંહે બે આખલાનું કર્યું મારણ
Gir Lion : રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ફરી સિંહ પહોંચ્યા છે. દર વર્ષે શિયાળામાં આ વિસ્તારમાં સિંહ આવી જાય છે. ગોંડલ તાલુકાના હડમડીયા ગામે સિંહે બે આખલાના મારણ કર્યા. મારણ કરેલ આખલાની મિજબાની માણવા આવ્યો. ખેડૂત ઈશાભાઈ મુસાભાઈ નાકાણીની વાડીમાં કરેલ મારણ પાસે જોવા મળ્યો સિંહ. ડાલામથો સિંહ જોવા મળતા ગોંડલ વનવિભાગના કર્મચારીઓ અને સરપંચ કરણસિંહ જાડેજા ઘટના સ્થળે.
અમરેલી-જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામની બજારમા પશુનો શિકાર. શિકારની શોધમાં આવેલા સિંહ દ્વારા ગામના પશુનો શિકાર કર્યો. સિંહ દ્વારા પશુનો શિકારના લાઈવ દ્રશ્યો કેદ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ.
સુરત: સરકારી કર્મચારીઓ દ્વારા અરજદારો પાસેથી લાંચ માગવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. સરકારી બાબુઓ લાંચ લેવા માટે વિવિધ ટેકનીક અપનાવતા હોય છે. પરંતુ આજે અમે લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી વિશે તમને જણાવીશું. કદાચ આ પહેલા આ રીતે લાંચ લેવાની ઘટના તમે ક્યારેય નહીં સાંભળી હોય. હકિકતમાં આંગડિયા મારફત લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. એક લાખની લાંચ લેતા મહિલા અધિકારી ઝડપાઈ છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.
નર્મદાના નરખડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી લાંચ કેસમાં ફસાયા છે. તલાટી નિતાબેન પટેલ અને ખાનગી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અરજદારે વીજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી. તલાટીએ આંગડિયા મારફત લાંચ સ્વીકારી. સુરતથી ગાંધીનગર આંગડિયા મારફત લાંચ માંગવામાં આવી હતી. આ પ્રકારે લાંચ લેવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. લાંચ કેસનો સહ આરોપી મહેશ આહજોલિયા સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બન્યા હતા. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો.
મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના વધુ રિમાંડ ના મંજુર કર્યા
વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. જોકે, વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા.
વીસનગર અર્બુદા ધામ ખાતે આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી. વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે. મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ.