શોધખોળ કરો
સુરતઃ 19 વર્ષીય યુવતીને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ ને કરી લીધા પ્રેમલગ્ન, બે દિવસ પછી એવું બન્યું કે જાણીને ચોંકી જશો
વેસુ વિસ્તારમાં રહેતી યુવતીએ ગત 11મી ડિસેમ્બરે નવસારીના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીએ લગ્નનો વિરોધ કરનાર સાસુ-સસરાને મનાવી લીધા હતા. પરંતુ સાસુએ પતિને ચડાવતા ગત 13મી ડિસેમ્બરે પતિ દસ મિનિટમાં આવું છું, તેમ કહી ચાલ્યો હતો. તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો.
સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવા ભારે પડી ગયા છે. લગ્નના માત્ર બે જ દિવસ પછી પતિ પત્નીને ઘરમાં જ મૂકીને જતો રહેતા યુવતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવક પત્નીને 10 મિનિટમાં આવું છું, તેમ કહીને ઘરમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. આ પછી તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. આ અંગે યુવતીએ પતિ અને સાસરીવાળા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર વિગત સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વેસુ વિસ્તારમાં રહેતી યુવતીએ ગત 11મી ડિસેમ્બરે નવસારીના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીએ લગ્નનો વિરોધ કરનાર સાસુ-સસરાને મનાવી લીધા હતા. પરંતુ સાસુએ પતિને ચડાવતા ગત 13મી ડિસેમ્બરે પતિ દસ મિનિટમાં આવું છું, તેમ કહી ચાલ્યો હતો. તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો.
માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી હવે યુવતી પિયર પણ પરત જઈ શકે તેમ નહોતી. બીજી તરફ સાસરીવાળા પતિ સાથે રહેવું હોય તો 20 લાખ રૂપિયા દહેજની માંગણી કરી હતી. આ અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીવાળા સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement