શોધખોળ કરો

Tapi: તાપીમાં ભાજપના પોસ્ટર લગાવી રહેલા ઈસમોને માર મારવામાં આવ્યો, કોંગ્રેસ નેતા સામે નોંધાઈ ફરિયાદ

તાપી: વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભાજપના પોસ્ટર લગાવતા ઈસમોને માર મારવામાં આવ્યો છે. માર મારવાના મામલે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તાપી: વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભાજપના પોસ્ટર લગાવતા ઈસમોને માર મારવામાં આવ્યો છે. માર મારવાના મામલે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના પોસ્ટર ફાડવા અને સરકારી નુકશાન થવાની સંભાવના અને ૫ વ્યક્તિને માર મારવા તેમજ અને ધાકધમકી આપવાનો ગુનો રાહુલ ગામીત સામે દાખલ થયો છે. આરોપીએ ભાજપના પોસ્ટર પણ સળગાવ્યા હતા.

રાજકોટમાં ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતા 12 વર્ષના કિશોરનું કરુણ મોત

રાજકોટ: શહેરમાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્રાવેલ્સની અડફેટે કિશોરનું મોત થયું છે. રાજકોટના ઇન્દિરા સર્કલ ઓવરબ્રિજ પર ધનવિર ટ્રાવેલ્સની અડફેટે 12 વર્ષના કિશોરનું મોત થતા અરેરાટી મચી ગઈ છે.  મૃતકનું નામ ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમાં છે. ઉદયરાજ પોતાના કાકા અને કાકી સાથે સ્પ્લેન્ડર બાઈક પર જતો હતો ત્યારે અકસ્માત થયો. બાઈક પર પાછળ બેસેલા ઉદયરાજનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. ધનવીર ટ્રાવેલ્સના ચાલકે સ્પ્લેન્ડર ચાલકને અડફેટે લેતા કિશોરનું મૃત્યુ થયું. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સને લાવવામાં આવી છે. 

અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ

અમદાવાદ: શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. હાલમાં ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આગ એટલી ભીષણ છે કે આજુબાજુના કારખાનામાં પ્રસરી રહી છે. હાલમાં ધાણીની જેમ ફટાકડા ફૂટી રહ્યા છે. 4 વાગ્યે લાગેલી આગ હજુ  પણ કાબુમાં આવી નથી. આગને પગલે નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે મનપાની બેદરકારીના કારણે આ આગ લાગી છે. આગને કાબુમાં લેવા રોબોટીક સિસ્ટમથી પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યાં આગ લાગી છે ત્યા ફટકડાની ગેરકાયદે દુકાનો આવેલી છે.

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર - કચ્છ ના અંતરિયાળ વિસ્તારો માં આગામી ત્રણ થી ચાર દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહેવાની સમ્ભાવના છે, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારો માં ગરમ અને ભેજવાળી હવા પ્રવર્તે તેવી પણ સંભાવના હોવાથી નાગરીકોને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget