Accident: સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, પિક વાન ડિવાઇડર કૂદી સામને રોડ પર બાઇકમાં અથડાઇ, દુર્ઘટનામાં 4નાં મોત
સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. અહીં ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
Surat News:સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. અહીં ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇકર્સને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ કરીને વિગત એકત્ર કરી હતી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી એક અકસ્માતની ઘટનામાં ફ સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકો પણ મોતના ભેટ્યા છે. અહીં વાહન ડિવાઈડર સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તો બીજા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતકનું નામ સાદિક અનીસ અહમેદ હતું જેની ઉંમર 22 હતી. અને બીજા મૃતકનું નામ હાસીમ રહીશ શેખ હતું જેની 19 વર્ષ હતી. બંને મૃતક મિત્રો હતા અને લીંબાયત વિસ્તારમાં આવેલ પદ્માવતી સોસાયટીમાં રહેતા હતા.
Suicide: સુરતમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા
સુરત: કામરેજમાં પરણિત યુવતીએ આપઘાત કર્યો છે. સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીએ આ પગલું ભર્યું છે. શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા દિવ્યા પરમાર નામની યુવતી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું. ઘરના પહેલા માળે એકલતાનો લાભ લઈ જીવન ટૂંકાવ્યું. હાલમાં કામરેજ પોલીસે પતિ, સાસુ, સસરા સહિતના સાસરિયા પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મહિલાએ અચાનક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતથી દિલ્લી જતી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના બનતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત જ બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે ફલાઇટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી અન્ય ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને દિલ્લી લઈ જવાયા હતા. 50થી વધુ મુસાફરો ફલાઇટમાં મોજુદ હતા. જેમાં સુરત ના નકુલ પાટીલ અને માતા વર્ષા પાટીલ દિલ્લી એરપોર્ટ પર અટવાયા હતા.
આજે સવારે સુરાતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા. સૌથી પહેલા અમદાવાદ પહોંચી તમામ મુસાફરોને વેટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા,પરંતુ ત્યાં સુધી શુ ઘટના બની તે મુસાફરોને જણાવવામાં આવ્યું ન હતું. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિગો કંપનીના કર્મચારીઓએ મુસાફરો સાથે દિલ્લીમાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને 3 દિવસ ફેરવી ફેરવી કાઠમંડુ લઈ જવામાં આવશે તેવી વાત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા
તરેટી ગામના સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યો મળી કુલ છ લોકોને જીલ્લા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી કરતા ચકચાર મચી છે. તરેટી ગામની ગોચરની જમીનનો ગેર કાયદેસર ઠરાવ કરી વાણીજ્ય હેતુ માટે આપતા આ મુદ્દે ગામના એક વ્યક્તિએ જીલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જેને પગલે સરપંચ, ઉપ સરપંચ સહીત છ સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી દુર કરાયા હતા. હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો જિલ્લા વિકાસ અધિકારીની આ કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.