Surat: અંગત અદાવતમાં અજાણ્યા શખ્સે યુવકને માથામાં તિક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતાર્યો
સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના લિંબાયતમાં અજાણ્યા શખ્સએ યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો.
સુરત: સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના લિંબાયતમાં અજાણ્યા શખ્સએ યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. સુરત લિંબાયત પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અંગત અદાવતમાં અજાણ્યા શખ્શે યુવકની કરપીણ હત્યા કરી હતી. યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હત્યાની ઘટનાને લઈને પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયતના ક્રાંતિ નગરમાં સરાજાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી. નાસ્તાની લારી પર જ હત્યા કરવામાં આવી હતી. રાત્રિના સમયે હત્યા કરવામાં આવી હતી. રહીમ ખલીલ શેખની હત્યા કરવામાં આવતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સમગ્ર હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. લિંબાયત વિસ્તારમાં 28 વર્ષીય રહીમ શેખની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રહીમ શેખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના પરિવારજનો પણ આવી ગયા હતાં.
Vadodra: વૃદ્ધાએ ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો, સંપત્તિ માટે કરી નાખી હત્યા
વડોદરા શહેરમાં પરિવારને લાંછન લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે વૃદ્ધાએ પોતાના બાળકો સમજી પરિવારના ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો તેણે જ ઘરની સંપત્તિ પચાવી પાડવા વૃદ્ધ મહિલાની હત્યા કરી નાખી હતી.
નવરાત્રિની ધમાલમાં અને ગરબાની રમઝટના અવાજમાં રાત્રે 11:30 વાગે વડોદરાના તરસાલી વિસ્તારની અમીન ખડકીના 9 નંબરના મકાનમાં હત્યાનો ખેલ ખેલાયો હતો. આસપાસના વિસ્તારમાં ગરબા ચાલતા હોવાને કારણે મહિલાની ચીખ પણ પડોશીઓ સાંભળી શક્યા નહીં. 65 વર્ષીય સુલોચના બહેનના પરિજન અમેરિકામાં રહે છે અને તેઓ અહીં એકલા જ રહે છે. તેમને બાળકો નથી પણ તેમણે ભત્રીજા નયન અને હેમંતને ઘરમાં આશરો આપી રાખ્યા હતા.
જોકે ભત્રીજા નયનની દાનત બગડી હતી અને ઘરની સંપત્તિ પચાવી પાડવા ગઈકાલે રાત્રે વૃદ્ધ મહિલાના પેટમાં ચાકુના ઘા મારતા તેઓ ત્યાંજ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે હત્યા બાદ નયને જ પોલીસને ફોન કરી જાણકારી આપી હતી કે અમે ગરબા રમવા ગયા હતા. ઘરે પરત આવ્યા બાદ સુલોચનાબેનની કોઈએ ચાકુના ઘા મારી હત્યા કરી છે. જો કે તે બાદ નયન પટેલ અને હેમંત પટેલ બંને ફરાર થઈ ગયા હતા. પહેલા પોર પહોંચ્યા ત્યાંથી કરજણ ભાગ્યા હતા. કરજણથી ફરી વડોદરા છાણી આવ્યા અને ત્યાંથી પાવાગઢ બાજુ ભાગી ગયા હતા. જો કે પોલીસે મોબાઈલના લોકેશનના આધારે બંને આરોપીઓને પાવાગઢથી ઝડપી પાડ્યા હતાં.