શોધખોળ કરો

Surat: રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો આરોપ, ABVP એ મચાવ્યો હોબાળો

સુરત: ABVP દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ABVP દ્વારા અઠવાલાઇન્સ એમ.ટી.બી કોલેજનું પેપર એક દિવસ પેહલા જ ખોલી નાખ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

 સુરત: ABVP દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ABVP દ્વારા અઠવાલાઇન્સ એમ.ટી.બી કોલેજનું પેપર એક દિવસ પેહલા જ ખોલી નાખ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા વખતે સંસ્કૃતનું પેપેર સીલ બંધની જગ્યાએ ખુલ્લું લાવતા પેપર ફૂટ્યું હોવાનો વિધાર્થીઓનો આરોપ છે. હંગામો થતા યુનિવર્સીટીએ તાકીદે તપાસ માટે સમિતિ નીમી છે. પેપર ફૂટ્યાના આરોપ પર આજે ABVP કુલપતિને આવેદન પાઠવી વિરોધ કર્યો હતો. સ્ટ્રોંગ રૂમથી લીક થયાની શંકા રાખી એબીવીપીએ કોલેજ પાસેથી સીસીટીવી ફૂટેજ માંગ્યા છે.

સ્ટ્રોંગ રૂમમાંથી બીએ સેમેસ્ટર-૩નું પેપર લીક થયું હોવાની શંકા

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં એમટીબી કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી બીએ સેમેસ્ટર-૩નું પેપર લીક થયું હોવાની શંકા સાથે એબીવીપીએ સ્ટ્રોંગ રૂમ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજની માંગણી કરવામાં આવી છે. એબીવીપી દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર -૩ની પરીક્ષા ચાલી રહી છે. એમટીબી આર્ટસ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. જે તે પરીક્ષાના પ્રશ્ન પત્ર પરીક્ષા કેન્દ્ર પર આગલી સાંજે આશરે 05:30 એ આવી જાય છે.

દરેક કોલેજ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમના સીસીટીવી લાઇવ યુનિવર્સિટીમાં હોવું જોઈએ. પરંતુ યુનિવર્સિટી પાસે સ્ટ્રોંગ રૂમના કોઈ ફૂટેજ ઉપલબ્ધ નથી. સીસીટીવી ફૂટેજ વગરનાં સ્ટ્રોંગ રૂમથી છેલ્લા ઘણા સમયથી પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્નપત્રોનું સીલપેક કવર યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા સમયે ખોલવાની જગ્યાએ આગલી સાંજે જ સીલ ખોલી દેવામાં આવે છે.  આ બાબત કોલેજ પ્રસાશન પણ સ્વીકારે છે. એમટીબીના સ્ટ્રોંગ રૂમ રાત્રેમાં રાત્રે જ પેપરનું કવર ખુલી જતું હોવાની શંકા છે. સીસીટીવી ફુટેજ આપવામાં પણ કોલેજ તૈયાર નથી ત્યારે શંકા દ્દઢ બને છે. આ પરથી યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ચાલતી લોલમલોલ બહાર આવી રહી છે. ત્યારે કોપી કેસમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતી યુનિવર્સિટી હવે આ કોલેજ સામે પણ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે..

પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે

બીજી તરફ અઠવાલાઇન્સ એમ.ટી.બી કોલેજનું પેપર એક દિવસ પહેલા જ ખોલી નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે ABP અસ્મિતાએ MTB કોલેજના આચાર્ય ભાવના બેન ચાંપાનેરી સાથે વાત કરી હતી. આચાર્યએ કહ્યું સંસ્કૃત પેપર લીક થયું નથી. પેપર સેટમાં OMR શીટ અને પેપર સાથે આવે છે,એને અલગ કરવાના હોય છે. પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે,એટલે થોડા સમય પહેલા સીલ ખોલવા પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
Embed widget