Accident: સુરતના લિંબાયત વિસ્તારમાં ઓટો રિક્ષા પલટી જતાં સર્જાયો અકસ્માત, બાળકીનું કરૂણ મોત
સુરતના લિબાયત વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક 4 વર્ષની બાળકીનું કરૂણ મોત થયું છે. ઓટો રીક્ષા અચાનક પલટી જતાં દુર્ઘટના ઘટી હતી.
Accident: સુરતના લિબાયત વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક 4 વર્ષની બાળકીનું કરૂણ મોત થયું છે. ઓટો રીક્ષા અચાનક પલટી જતાં દુર્ઘટના ઘટી હતી.
સુરતના લિબાયત વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક 4 વર્ષની બાળકીનું કરૂણ મોત થયું છે. ઓટો રીક્ષા અચાનક પલટી જતાં દુર્ઘટના ઘટી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં ઓટોરીક્ષા પલટી જતાં 4 વર્ષની બાળકીનું નિધન થયું છે. બાળકીનું નામ અનાવિયા શેખ છે.જેઓ નુરાની મસ્જિદ લીંબાયતની હતી.હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા- ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, બાઇક સવાર દંપતીને કારે મારી ટક્કર, પત્નીનું મૃત્યુ
Accident:મહેસાણા ઉંઝા હાઈવે પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં ઉંઝા હાઈવે પર બાઇક પર જતાં એક દંપતીને કાર ચાલકે ચક્કર મારી દીધી.
મહેસાણા ઉંઝા હાઈવે પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં ઉંઝા હાઈવે પર બાઇક પર જતાં એક દંપતીને કાર ચાલકે ચક્કર મારી દીધી.કાર ચાલકની ટક્કર થી દંપતી પતિ પત્નિ બંને થયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે કમનસીબે પત્નીને ખૂબ જ ગંભીર ઇજા પહોચી હોવાથી ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ ગયું તો પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.કાર ચાલક કારની ટક્કર મારી ફરાર થઇ ગયો છે. સમગ્ર મમાલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Vadodara: વડોદરાના કમાટીબાગ ઝુમાં હીપોપોટેમસે ઝુ કયુરેટર અને સિક્યુરિટી સુપરવાઇઝર પર કર્યો હુમલો, એકની હાલત નાજુક
વડોદરા: સયાજી બાગમાં આવેલા કમાટીબાગ ઝુ માં હીપોપોટેમસની સારવાર માટે હિપોના એંક્લોઝરમાં ઉતરેલા ઝુ કયુરેટર ડોક્ટર પ્રત્યુસ પાટનકર અને સિક્યુરિટી સુપરવાઇઝર રોહિતભાઈ પર હીપોપોટેમસે હુમલો કરતા બંને ગંભીર રૂપે ઘાયલ થયા છે. જેમને વડોદરાની નરહરી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા છે જ્યાં સુપરવાઇઝર ક્રિટિકલ સિચ્યુએશનમાં છે જ્યારે ડોક્ટર પ્રત્યુશ પણ ગંભીર હાલતમાં હોય તેમની બંનેની સારવાર ચાલી રહી છે.