શોધખોળ કરો

Earthquake: સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

સુરત: ગત મોડી રાત્રે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 ની નોંધાઈ હતી. સુરતથી 27 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ હોવાની વાત સામે આવી છે. રાત્રે 12:51 વાગ્યે આંચકો અનુભવાયો હતો.

સુરત: ગત મોડી રાત્રે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 ની નોંધાઈ હતી. સુરતથી 27 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ હોવાની વાત સામે આવી છે. રાત્રે 12:51 વાગ્યે આંચકો અનુભવાયો હતો. નોંધનીય છે કે, બે દિવસ પહેલા કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તિવ્રતા 3.0 ની હતી. બપોરે 1:45 મિનિટે આ આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ અમરેલી વિસ્તારમાં પણ સતત આવી રહેલા ભૂંકપના આંચકાથી લોકો ભયભીત બન્યા છે.

બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત

બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર બાઈક સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા છે જ્યારે કારમાં આગળની સીટમાં બેઠેલી બાળકીનું મોત થયું છે. મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર

જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.  સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.

4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું.  આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.  આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.

સુરતના પલસાણામાં ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા, યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

સુરતના પલસાણામાં  બાઇક અને ટેમ્પોના અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામા આવ્યાં હતા અહીં સારવાર દરમિયાન યુવકનું મૃત્યું થયું હતું. અમદાવાદ, વડોદરા સહિત આજે  સુરતમાં રોડ અકસ્માતના કારણે એક વ્યક્તિનો જીવ ગયા છે. વાંકાનેર ગામ પાસે ટેમ્પોએ બાઈકને અડફેટે લીધો હતો, જેના પગલે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટવમાં સારવાર માટે લઇ જવાયો હતો જો કે બદનસીબે તેની જિંદગી ન બચાવી શકાય. આ યુવકનુ આજે સવારે જ સારવાર દરમિયાન નિધન થયું છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget