શોધખોળ કરો

Swine Flu: સુરતમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત, વધુ એક વૃદ્ધનું મોત થતા તંત્રમાં ફફડાટ

Swine flu: સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂની ઝપટમાં આવેલા વધુ એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. 26 જુલાઈના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.

Swine flu: સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂની ઝપટમાં આવેલા વધુ એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. 26 જુલાઈના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે. વૃદ્ધને ડાયાબિટીસ અને જૂની ફેફસાની બિમારી હોવાની વાત સામે આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કારણે 3 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસની સંખ્યા 37 થઈ અને હાલ સ્વાઈન ફ્લૂના 10 દર્દી દાખલ છે.

 મન્કીપોકસ મામલે જામનગરમાં શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ થયો જાહેર

ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.  મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ શંકાસ્પદ લક્ષણો બાદ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું. દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનિય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મન્કીપોકસ વાયરસે કહેર વર્તાવો છે. અમેરિકામાં મન્કીપોકસને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ગઈ કાલે નોંધવામાં આવ્યો હતો કેસ

ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ  નોંધાતા  ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરન જીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં  મંકિપોક્સના શંકાસ્પદ  લક્ષણો જોવા મળ્યા. હાલ આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, તેમજ આ યુવકના સેમ્પલ લઇ અમદાવાદ  મોકલવામાં આવ્યાં છે. સેમ્પલના પરિક્ષણ બાદ રિપોર્ટ આવ્યા બાદ આ યુવક મંકિપોક્સથી સંક્રમિત થયો છે કે નહીં તેની જાણ થશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે 29 વર્ષીય આ યુવકના બ્લડ સેમ્પલ અમદવાદની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

દિલ્હીમાં 31 વર્ષની મહિલા થઈ સંક્રમિત
દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, 31 વર્ષીય નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે તે દેશની પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે, મહિલાને તાવ અને હાથ પર ઘા છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે મહિલામાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ હતી. આ મહિલાએ તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા કરી હોવાની કોઈ માહિતી મળી નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 4 લોકોમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરળ રાજ્યમાં પણ અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી અને કેરળની હોસ્પિટલમાંથી એક-એક દર્દીને રજા આપવામાં આવી છે. તો કેરળમાં મંકીપોક્સના કારણે એક દર્દીનું મોત પણ થયું છે.

આરોગ્ય મંત્રાલયની સલાહ
મંકીપોક્સના વધતા જતા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ વાયરસને ફેલાતો અટકાવા માટે 'શું કરવું' અને 'શું ના કરવું' તેની યાદી બહાર પાડી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અથવા વારંવાર ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેને પણ ચેપ લાગી શકે છે. મંત્રાલયે કહ્યું કે, સંક્રમિત થવાથી બચવા માટે સંક્રમિત વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવો જોઈએ. આ ઉપરાંત, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક અને મોજા પહેરવા એ કેટલાક પગલાં છે જે રોગને રોકવા માટે લેવા જોઈએે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget