શોધખોળ કરો
સુરત બળાત્કાર કેસમાં નારાયણ સાંઇને થઇ કેવી આકરી સજા? જાણો વિગત
સાધિકા પર બળાત્કાર મામલે નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

સુરતઃ સાધિકા પર બળાત્કાર મામલે નારાયણ સાંઇને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે સિવાય સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઇને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે સિવાય સાધ્વી ગંગા, જમુના અને સાધક હનુમાનને 10 વર્ષની સજા જ્યારે રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે. પીડિતાને પાંચ લાખનું વળતળ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. સાધિકા દ્વારા દુષ્કર્મની ફરિયાદ બાદ નારાયણ સાંઈને સુરત સેસન્સ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયો હતો.
ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે. નારાયણ સાઈ સહિત ગંગા, જમના, હનુમાન અને રમેશ મલ્હોત્રાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટના જજ પી.એસ. ગઢવીની કોર્ટમાં નારાયણ સાઇ દોષિત ઠર્યા હતા.
નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં સાધક પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થઈ હતી. પીડિતાનો આરોપ હતો કે નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ નારાયણ સાઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે નારાયણ સાઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી. દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાઈ વિરુદ્ધ નોંધાયા હતા.
વધુ વાંચો
Advertisement




















