Bharuch : ભાજપના યુવા નેતાને બે સંતાનોની માતા એવી મિત્રની પત્નિ સાથે બંધાયા શરીર સંબંધ ને લઈને ભાગી ગયો, ભાજપે શું કર્યું ?
ભાજપના નેતાને મિત્રની પત્ની અને બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ પ્રેમસંબંધ આગળ વધતા તે મિત્રની પત્નીને ભગાડી ગયો છે. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હિમાંશુ વેદને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ભરુચઃ શહેરમાં ભાજપના યુવા નેતા મિત્રની પત્નીને ભગાડી જતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના નેતાને મિત્રની પત્ની અને બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ પ્રેમસંબંધ આગળ વધતા તે મિત્રની પત્નીને ભગાડી ગયો છે. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હિમાંશુ વેદને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ભરુચ ભાજપ શહેર યુવા મોરચાના મંત્રી હિમાંશુ વેદને તેના જ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ હતા. મિત્રની પત્નીને તેના પતિથી બે સંતાનો પણ છે. બંને એકબીજા વગર ન રહી શકતા તેમણે ઘણા સમય પહેલા જ ભાગી જવાની યોજના બનાવી નાંખી હતી. તેમજ આ પ્લાન પ્રમાણે ભાજપના નેતાએ કેટલાક લોકો પાસેથી 10 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી હતી.
બીજી તરફ ભાજપ નેતા પ્રેમિકાને લઈને ફરાર થઈ જતાં લેણિયાતો ભાજપ નેતાના પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે. તેમજ ભાજપ નેતા ફરી પરત નહીં આવે તેવી પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે.
યુવકને સાળાની પત્નિ સાથે બંધાયા શરીર સંબંધ, સાળો બંનેને જોઈ ગયો ને બનેવીને મળવા બોલાવીને શું કર્યું ?
જામનગરઃ બે દિવસ પહેલા ધરારનગર નજીક કુવામાંથી મળી આવેલ યુવકની લાશને મામલો ચોંકાવનારો ધડાકો થયો છે. સાળાની પત્ની સાથે અનૈતિક સબંધમા 6 શખ્સોએ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. ૩ મહિલા સહિત 6 સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હત્યા નીપજાવી લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે દિવસ પહેલા જામનગરના ધરાનગર વાડી વિસ્તારમાં કૂવામાંથી અર્ધ બળેલી હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી અને પીએમ રિપોર્ટમાં ઈજાનું નિશાન જોવા મળતા હત્યાની આશંકા દર્શાવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ ગણતરીની કલાકોમાં જ યુવકની લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. યુવાનની હત્યા કરી કૂવામાં ફેંકી દિધો હોવાની ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન સામે આવી છે.
મૃતક યુવાનની ઓળખ મેળવીને મોતનું કારણ જાણવા મૃતકના સાળા અને સસરાની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક યુવકને સાળાની પત્ની સાથે આડાસંબંધ હતા. આ અંગે સાળાને ખબર પડી જતાં બનેવીને મળવા બોલાવી પતાવી દીધો હતો અને સળગાવી લાશ કુવામાં ફેંકી દીધી હતી.
ધરાનગરના ફોરેસ્ટ ક્વાર્ટર પાછળના અવાવરૂ કૂવામાંથી બે દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ શોર્ટ નોટ માં ઈજાનુ નિશાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વીસેરા લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પોલીસને તપાસમાં ચોક્કસ કડી મળી હતી અને તે દિશામાં તપાસ કરતાં હત્યાકાંડનો ખુલાસો થયો હતો.
મરનાર 30 વર્ષીય યુવક હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીટી-સી ડિવિઝનમાં યુવક ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી. જેમાં સસરાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળ્યા બાદ લાપતા બન્યાનું જણાવવામાં આવ્યું હતું. ગુમ નોંધના આધારે પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ઓળખ મેળવવામાં સફળતા મળી હતી.