શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં ગણેશ ઉત્સવને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરવી.
![સુરતમાં ગણેશ ઉત્સવને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત Big news for Ganesh Utsava 2020 in Surat during covid-19 effect સુરતમાં ગણેશ ઉત્સવને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/02150438/Ganesh-Utsava.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં ગણેશ ઉત્સવને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરવી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ કરવી નહીં. એટલું જ નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું અને સેવા કાર્ય કરવું.
મૂર્તિ વિસર્જનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું. આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી. જાહેર રોડ પર સ્થાપના ન કરવી. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion